હાઈવે પર સિંહણના આંટાફેરા

હાઈવે પર સિંહણના આંટાફેરા
હાઈવે પર સિંહણના આંટાફેરા
સિંહણ રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. જે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. અમરેલીના રાજુલા નજીક પીપાવાવ BMC પુલ ઉપર સિંહણની લટાર જોવા મળી હતી. આ રોડ અતિ જોખમી છે અહીં ઉદ્યોગ હોવાના કારણે નાના-મોટા વાહનોની સતત અવર-જવર રહે છે. ત્યારે સિંહણની લટારને પગલે લોકોમાં ભયનો પણ માહોલ જોવા મળ્યો હતો.અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

સિંહો અનેક વખત રેવન્યુ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા છે. ત્યારે આજે રાજુલા નજીક આવેલા પીપાવાવ BMS પુલ ઉપર પૂરપાટ સ્પીડે દોડતી સિંહણ નજરે પડી હતી. સવાર-સવારમાં સિંહણ ટહેલવા નીકળી હોવાના દૃશ્યો સામે આવ્યાં છે. અહીં મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ છે ત્યારે વારંવાર સિંહો અને સિંહણના આંટાફેરાથી અકસ્માતની પણ શક્યતા છે.પીપાવાવ BMC પુલ રોડ પર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અકસ્માતનો પણ ખતરો રહેલો છે.

Read About Weather here

ત્યારે આ પ્રકારે સિંહણની લટારને પગલે અકસ્માત થવાની પણ શક્યતા છે. આ કોવાયા તરફથી પીપાવાવ રીલાન્સ ડિફેન્સ કંપનીમાં જવાના માર્ગ વચ્ચે BMC પુલ આવેલો છે. પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીએ જણાવ્યું હતું કે, પીપાવાવના ઉદ્યોગ વિસ્તારમાં સિંહોનું ઘર છે ચારે તરફ સિંહોનો વસવાટ છે. ત્યારે આ રોડ પર એક પણ સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યું નથી જેથી સિંહોના અકસ્માત થવાની શકયતા છે. ત્યારે આ વિસ્તારમાં સ્પિડ બ્રેકર મુકવા જોઈએ.અહીં રાત્રીના સમયે પણ સિંહો આવી ચડતા હોય છે અને વહેલી સવારે પણ અનેક વખત સિંહો આવી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here