સુરતમાં કેજરીવાલની મોટી જાહેરાત

સુરતમાં કેજરીવાલની મોટી જાહેરાત
સુરતમાં કેજરીવાલની મોટી જાહેરાત
સુરત અને તાપી જિલ્લામાં વિધાનસભાના ચૂંટણી દરમિયાન પોતાનું સંગઠન મજબૂત બને એવા પ્રયાસો કરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતમાં ચાલતા આમ આદમી પાર્ટીના વીજળી મોંઘીના અભિયાન બાદ આજે સુરતમાં અરવિંદ કેજરીવાલ પ્રથમ ગેરંટી સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. કેજરીવાલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે.કેજરીવાલે જણાવ્યું હતું કે જે રીતે અમે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપી રહ્યા છે એવી જ રીતે ગુજરાતમાં પણ આપીશું. આ અમારી ગુજરાતને પહેલી ગેરંટી છે.

Visit Saurashtra Kranti Homepage here

સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. અમારી બીજી એ ગેરંટી છે કે 24 કલાક વીજળી મળશે. ગુજરાતમાં જ્યાં વીજળીકાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે.કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારે 24 કલાક વીજળી આપવી અને એ પણ ફ્રીમાં આપવી આ માત્ર કુદરતે મને જ શીખવ્યું છે. આ કોઈને આવડતું નથી, કોઈ રાષ્ટ્રીય પક્ષને પણ નથી આવડતું, પરંતુ આ મને આવડે છે. અમારી સરકારે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે. અમે પ્રામાણિક સરકાર છે અને અમે માત્ર સાચી વાત કહીએ છીએ. અમે રાજકારણ કરવા આવ્યા નથી.

જ્યારે કોઈ વીજળીનો ખૂબ મોટું બિલ આવી જાય છે એ ખોટું બિલ મોકલી આપતા હોય છે અને એ વીજ બિલને ઓછું કરવા માટે સરકારી અધિકારીઓ મોટી લાંચ માગતા હોય છે. 31 ડિસેમ્બર પહેલાંનાં તમામ ડોમેસ્ટિક બિલ જે છે એ અમે માફ કરી દીધાં છે. જૂનાં જેટલાં પણ બિલ હોય છે એ અમે માફ કરી દઈશું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો માટે વીજળીનું અમે અલગથી વિચારી રહ્યા છે. આ ખૂબ મોટો મુદ્દો છે, એને લઈને આગામી દિવસોમાં ફરીથી હું ગુજરાતમાં આવીશ અને આ મુદ્દે વાત કરીશ. દિલ્હીમાં ભાજપ સરકારના લોકોને મફતમાં વીજળી નહીં જોઈતી હોય એવો લેખિતમાં આપી દે, એટલે ત્યાંથી તેમને વીજળી આપવામાં આવશે નહીં. ખોટો વિરોધ કરીને તેઓ અમારો વિરોધ કરી રહ્યા છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે દારૂબંધી છે એને યથાવત્ રાખવામાં આવશે, પરંતુ મજાની વાત એ છે કે એને યોગ્ય રીતે પાલન કરાવવામાં આવશે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આ લોકોએ બૂમાબૂમ કરીને કહ્યું કે ગુજરાતમાં દારૂ વેચાય છે. દારૂબંધી હોવા છતાં પણ ગેરકાયદે રીતે વેચાઈ રહ્યો છે, એના પૈસા કોની પાસે જાય છે?આ જેને રેવડી કહેવામાં આવી રહ્યું છે ને એ ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદમાં મળે છે રેવડી. લોકોને મફતમાં વીજળી મળે, હોસ્પિટલમાં સારી સુવિધા મળે, આ બધો ભગવાનનો પ્રસાદ છે, પરંતુ પોતાના અંગત મિત્રોને રેવડી આપે છે એ પાપ છે.

Read About Weather here

પોતાના મિનિસ્ટરોને જે મફતમાં આપવામાં આવે છે એ રેવડી પાપ છે. ભાજપની સરકાર ગુજરાતની પ્રજાને પેકેટ ફોર ગ્રાન્ટેડ લે છે. આ લોકો આપણા સિવાય બીજા કશે જવાના નથી, એવી તેમની માનસિકતા છે. દિલ્હી અને પંજાબમાં જે રીતે લોકોને સસ્તા ભાવે અને મફતમાં વીજળી મળી રહી છે એ રીતે ગુજરાતમાં પણ આમ આદમીની પાર્ટીની સરકાર બને તો લોકોને વીજળી આપવાની જાહેરાત કરી છે.એમ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ આ વખતે તમે બધા હિંમતપૂર્વક આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં લઈ આવો.કતારગામ વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલની સામે પાટીદાર ભવન ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here