બ્રિટનમાં રસ્તાઓ પીગળવા લાગતા પરિવહન ખોરવાયું…!

બ્રિટનમાં રસ્તાઓ પીગળવા લાગતા પરિવહન ખોરવાયું…!
બ્રિટનમાં રસ્તાઓ પીગળવા લાગતા પરિવહન ખોરવાયું…!
અગાઉ 2019ના વર્ષમાં સૌથી વધારે 39.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. ગરમીનો પ્રકોપ એટલી હદે છે કે, સ્પેન-પોર્ટુગલમાં 1,000થી પણ વધારે લોકો ગરમીના કારણે મૃત્યુ પામ્યા છે. સમગ્ર યુરોપ ભીષણ ગરમી સામે ઝઝુમી રહ્યું છે અને બ્રિટનના ઈતિહાસમાં પ્રથમ વખત પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

બ્રિટનમાં ગરમીના કારણે સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, સખત અનુશાસન માટે ઓળખાતા હાઉસ ઓફ કોમન્સ (સંસદ)માં સદસ્યોને પોતાની સુવિધા પ્રમાણે વસ્ત્રો પહેરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. હાઉસ ઓફ કોમન્સના સ્પીકર લિંડસે હોયલે જણાવ્યું કે, આટલી ભીષણ ગરમીમાં સાંસદો સૂટ-ટાઈ ન પહેરવા ઈચ્છતા હોય તો તેમને છૂટ છે. 

Read About Weather here

માત્ર બ્રિટન જ નહીં પરંતુ ફ્રાંસ, પોર્ટુગલ, સ્પેન, ગ્રીસ સહિતના તમામ યુરોપીય દેશો ગરમીમાં તપી રહ્યા છે. ઈંગ્લેન્ડના હવામાન વિભાગે 1-2 દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી જશે તેવી આગાહી કરી છે. ભીષણ ગરમીના કારણે જંગલોમાં દાવાનળની ઘટનાઓ પણ વધી ગઈ છે. વાતાવરણમાં આ પ્રકારના પલટાનું સૌથી મોટું કારણ ક્લાઈમેટ ચેન્જ છે. બ્રિટનમાં ગરમીના કારણે સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં પણ ગરબડ સર્જાઈ છે. રેલવે ટ્રેક પણ વધી રહેલા તાપમાનના કારણે ફેલાઈ રહ્યા છે જેથી અનેક ટ્રેન રદ કરવી પડી છે. બ્રિટનના રસ્તાઓ પરનો ડામર પીગળવા લાગ્યો છે. લૂટન એરપોર્ટનો રનવે પણ પીગળી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here