દેશને આજે મળશે 15મા રાષ્ટ્રપતિ

દેશને આજે મળશે 15મા રાષ્ટ્રપતિ
દેશને આજે મળશે 15મા રાષ્ટ્રપતિ
મતગણતરી એ જ રૂમ નંબર 63માં થશે, જ્યાં સાંસદો માટે મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દેશભરમાંથી મતપેટીઓ મંગળવારે સાંજ સુધીમાં સંસદ ભવન પહોંચી ગઈ હતી અને મતગણતરી અધિકારીઓ પણ તૈયાર છે.આ રૂમને સ્ટ્રોંગ રૂમમાં ફેરવીને મતપેટીઓ રાખવામાં આવી છે. અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા છે.દેશના 15મા રાષ્ટ્રપતિની પસંદગી માટે સોમવારે મતદાન થયું હતું. સંસદ ભવન ખાતે 99.18 ટકા મતદાન થયું હતું. દેશનાં દસ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 100% મતદાન થયું હતું. કેટલાંક રાજ્યોમાં ક્રોસ વોટિંગના અહેવાલો પણ આવ્યા હતા.આ ચૂંટણીઓ માટે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને મુખ્ય ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. તેઓ મતગણતરીની દેખરેખ રાખશે. સાંજ સુધીમાં પરિણામ આવવાની આશા છે.

Visit Saurashtra Kranti Homepage here

પહેલા સાંસદોના મતની ગણતરી કરવામાં આવશે અને રિટર્નિંગ ઓફિસર મોદી એના ટ્રેન્ડ વિશે માહિતી આપશે. ત્યારપછી દસ રાજ્યોના ધારાસભ્યોના મત મૂળાક્ષરો પ્રમાણે ગણાશે અને 20 રાજ્યોના મતોની ગણતરી કરાયા બાદ મોદી ફરીથી ટ્રેન્ડની માહિતી જાહેર કરશે. અંતે. પરિણામ જાહેર કરવામાં આવશે.ભારતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સ્થાને નવા મહામહિમ કોણ હશે એની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવશે. 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી સવારે 11 વાગ્યે સંસદભવનમાં શરૂ થશે. વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા સામે સત્તાધારી એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

Read About Weather here

જીત અને હારના મતનો તફાવત મતગણતરીથી જાણી શકાશે.એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા વચ્ચે સીધો મુકાબલો છે, પરંતુ દ્રૌપદી મુર્મુનો વિજય લગભગ નિશ્ચિત છે, જેને કારણે ભાજપે દેશનાં 1.30 લાખ આદિવાસી ગામડાંમાં ઉજવણીની તૈયારી કરી દીધી છે. ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડા રાજપથ સુધી આ શોભાયાત્રાનું નેતૃત્વ કરશે. ત્યાં ભાષણ આપશે. પ્રથમ વખત આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાનું શ્રેય પીએમ મોદીને આપશે. જોકે મુર્મુ રેલીમાં ભાગ લેશે નહીં. મુર્મુની જીતને લઈને પરિણામો બાદ ભાજપ દિલ્હીમાં વિજય રેલી કાઢશે. આવું પહેલીવાર થશે, જ્યારે રાષ્ટ્રપતિની જીત બાદ રેલી કાઢવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here