રાજકોટમાં 21,836 ઔદ્યોગિક મિલકતોને નોટીસ

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પણ નવા કરદાતાઓ શોધીને કરવેરાની આવકમાં રૂા.10 કરોડથી વધુનો વધારો કરવાની કવાયત ચાલુ કરી દેવામાં આવી છે. આ માટે રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં નાના-મોટા ધંધાર્થીઓ અને વ્યવસાયિકો અંગે સર્વે કામગીરી પણ અવિરત ચાલુ રખાઈ છે.
રાજકોટ મનપાની ગઈકાલે મળેલી સામાન્ય સભામાં શાસક ભાજપના ડેપ્યુટી મેયર ડો.દર્શનાબેન પંડયાએ સવાલ પુછયો હતો કે, નવા વ્યવસાયિકોની નોંધણી કરવા માટે વેરા શાખા દ્વારા છેલ્લે કયારે ઝુંબેશ કરવામાં આવી છે? જેના જવાબમાં વેરા વસુલાત શાખાના આસી. મેનેજર જણાવ્યું છે કે, હાલ મિલકત વેરો ભરતા હોય એવા 21,836 ઔદ્યોગિક એકમોને વ્યવસાય વેરા માટે નોટીસ આપીને નવી નોંધણી, રીન્યુઅલ અને બાકી રકમ ભરપાઈ કરવા માટેની તાકિદ કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

મ્યુનિ. કોર્પોરેશનની વેરા વસુલાત શાખાના આસી. મેનેજરના જણાવ્યા પ્રમાણે, ગત નાણાંકીય વર્ષ 2021-22 માં વ્યવસાય વેરા શાખા દ્વારા મિલકત વેરા માંગણી રજીસ્ટર પર નોંધાયેલી મિલકતોમાં કાર્યરત પેઢીઓની નોંધણી માટે ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં પ્રથમ તબકકામાં પેટ્રોલ પમ્પ, મેરેજ હોલ, પાર્ટી પ્લોટ વગેરે જેવી 385 મિલકતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જયારે બીજા તબકકામાં બેન્ક, નાણાંકીય સંસ્થા, ગેરેજ, સર્વિસ સ્ટેશન, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, મોળ અને સિનેમા ગૃહોનો સમાવેશ કરીને નોંધણી કરવા સાથે વ્યવસાય વેરો ભરપાઈ કરવાની સૂચના આપવામાં આવી હતી. હવે ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 માં ત્રીજા તબકકાના ભાગરૂપે 21,836 ઔદ્યોગિક મિલકતોને નોટીસ આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

Read About Weather here

નોંધનીય છે કે, મનપાની હદમાં ધંધો કે વ્યવસાય કરતા નાના-મોટા દરેક ધંધાર્થીઓ અને વ્યવસાયિકોને વ્યવસાય વેરો ભરવો ફરજીયાત છે. જેમાં દુકાન, શોરૂમ, કારખાના, કંપની, ભાગીદારી પેઢી, હોટલ, બેંક, વકિલ, સીએ, આર્કિટેક વગેરે તમામનો સમાવેશ થાય છે. જેઓ નિયત સમય મર્યાદામાં વ્યવસાય વેરો ન ભરે તો 18 ટકા વ્યાજ પણ વસુલવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here