અનાજ, કઠોળ, દહીં, છાસ જેવી ચીજો અને હોસ્પિટલ રૂમ પરનો વેરો પાછો ખેંચવા માંગણી

અનાજ, કઠોળ, દહીં, છાસ જેવી ચીજો અને હોસ્પિટલ રૂમ પરનો વેરો પાછો ખેંચવા માંગણી
અનાજ, કઠોળ, દહીં, છાસ જેવી ચીજો અને હોસ્પિટલ રૂમ પરનો વેરો પાછો ખેંચવા માંગણી
દેશમાં દહીં, અનાજ, કઠોળ, લસ્સી, છાસ, માખણ, ચોખા, ઘઉંનો લોટ, ગોળ વગેરે પર લાદવામાં આવેલા પાંચ ટકા જીએસટી વેરાનો સૌરાષ્ટ્રની વેપારી આલમનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ ઉગ્ર વિરોધ કર્યો છે અને વેરો પાછો ખેંચી લેવા કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરકારને એવી લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, જીએસટીના અમલથી સૌરાષ્ટ્રના ખજખઊ, નાના વેપારીઓ અને સામાન્ય જનતાને મરણતોલ ફટકો પડશે. સરકારે ખજખઊને પ્રોત્સાહન આપવા, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના નેજા હેઠળ સરળતાથી ધંધો થાય તેવું માળખું ઉભું કરવા અને જીએસટીથી ગરીબ પ્રજા મોંઘવારીમાં પીસાઈ નહીં એ જોવાની નીતિ અપનાવી હતી. પરંતુ આવશ્યક ખાદ્યચીજો પર પાંચ ટકા જીએસટીને કારણે આ નીતિની વિરૂધ્ધના સુધારા લાગુ કરાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે, દહીં, લસ્સી, માખણ, છાસ, પનીર, કુદરતી મધ, અનાજ, કઠોળ, મમરા, પૌવા, ઘઉંનો લોટ, મકાઈ, ચોખા, જુવાર, બાજરો, રાગી, ગોળ વગેરે પર પાંચ ટકા જીએસટીને કારણે અનાજ- કરિયાણાનાં દુકાનદારો, દાણાપીઠના વેપારીઓ, નાના ધંધાર્થીઓને ગંભીર અસર થશે. આ ચીજોના ભાવ વધશે અને મોંઘવારી બેકાબુ થશે.લેખિત રજૂઆતમાં એવું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે, સબ મર્સીબલ પંપ, ડીપવેલ, ટ્યુબવેલ, સેન્ટ્રીફ્યુગ્લ પંપ પર 18 ટકા જીએસટી લાદી દેવાયો છે. જેનાથી આ કોમોડીટીના હજારો નાના ઉદ્યોગકારોને ફટકો પડશે. ખેતીવાડી સાથે સંકળાયેલ હોવાથી ખેડૂતો પર ગંભીર અસર થશે. એ જ રીતે દરેક પ્રકારના ખાદ્યતેલ પર જીએસટી કાયદાની જોગવાઈ મુજબ મળવા પાત્ર રીફંડ બંધ કરાયું છે. જે ખાદ્યતેલ ઉદ્યોગ અને ઓઈલમીલ ઉદ્યોગને મરણતોલ ફટકો છે.

કેન્દ્ર સરકાર પરના પત્રમાં દર્શાવાયું છે કે, ડેરી ઉદ્યોગની મશીનરી પર 18 ટકા જીએસટી લાગુ કરાયો છે. હકીકતે આ ઉદ્યોગ ખૂબ જ નાનો અને લઘુ ઉદ્યોગની કેટેગરીમાં આવતો ધંધો છે. તેથી જીએસટી તેના માટે આકરો સાબિત થશે. એગ્રીકલ્ચર પ્રોડક્ટ, અનાજ, કઠોળ વગેરેને ક્લીનીંગ, સોર્ટીંગ અને ગ્રેડિંગ કરવાની મશીનરી ઉપર પણ 18 ટકા જીએસટી લાગુ કરાયો છે. પરિણામે આ કામકાજ સાથે સંકળાયેલા તમામ માટે ગંભીર અસરો સર્જાશે. ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ રાજીવભાઈ દોશી, ઉપપ્રમુખ ઈશ્ર્વરભાઈ બાંભોલીયા અને ડાયરેક્ટર એડવોકેટ દેવાંગ પીપળીયા એ રજૂઆતમાં જણાવ્યું છે કે, હોટેલ ઉદ્યોગમાં રૂ.1 હજાર સુધીના ભાડા પર 12 ટકા જીએસટી લાગુ કરાયો છે. જેનાથી નાના હોટેલ સંચાલકો અને ગેસ્ટ હાઉસ ઉદ્યોગને ગંભીર અસર થશે.

Read About Weather here

બહારગામથી આવતા નાના વેપારીને ખર્ચ વધી જશે. જેની સીધી ગંભીર અસર પર્યટન ઉદ્યોગને પણ થશે. 750 રૂપિયા સુધીના રીક્ષા ભાડા, ટ્રાન્સપોર્ટ ખર્ચ વગેરે પર હવેથી આરસીએમ ભરવાની જવાબદારી લાગુ કરાઈ છે. આથી માર્કેટિંગ યાર્ડ તથા દાણાપીઠના વેપારીઓ, નાના ધંધાર્થીઓ જેઓ મોટાભાગે માલ-સામાનની હેરફેર નાની રીક્ષા કે અન્ય વાહનમાં કરતા હોય છે એમના માટે આરસીએમ ભરવાની જવાબદારી આકરી થઇ પડશે. પત્રમાં છેલ્લા દર્શાવ્યું છે કે, રૂ.5 હજારથી વધુ ચાર્જ ધરાવતા હોસ્પિટલના રૂમ (આઈસીયુ સિવાય) પર પાંચ ટકા જીએસટી લાગુ થયો છે. જેનાથી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ વધી જશે. એટલે આવનારા વેરાની દુરગામી અસરો તથા નાના વેપારીઓને સામાન્ય જનતાને થનારી પારાવાર હાલાકી, મોંઘવારી ધ્યાનમાં લઇ સુધારાઓ અંગે સરકાર ફેર વિચારણા કરે એવી ગ્રેટર રાજકોટ ચેમ્બરનાં આગેવાનોએ જોરદાર માંગણી કરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here