સાઉથ આફ્રિકા T-20 લીગની ટીમના માલિકો IPLવાળા

સાઉથ આફ્રિકા T-20 લીગની ટીમના માલિકો IPLવાળા
સાઉથ આફ્રિકા T-20 લીગની ટીમના માલિકો IPLવાળા
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગના (IPL) માલિકોએ આ લીગની બધી જ ટીમોને ખરીદી લીધી છે. IPL પછી હવે સાઉથ આફ્રિકામાં જાન્યુઆરી 2023માં T-20 લીગ શરૂ થવા જઈ રહી છે. ESPNના એક રિપોર્ટ પ્રમાણે, આંબાણી પરિવારની મુંબઈ ઈન્ડિયન્સે, કે.એન. શ્રીનિવાસનની ચેન્નઈ સુપર કિંગ્સે, પાર્થ જિંદાલની દિલ્હી કેપિટલ્સ, મારન પરિવારની સનરાઈઝર્સ હૈદરાબાદ, સંજીવ ગોયન્કાની લખનઉ સુપર જાયન્ટ્સ અને મનોજ બડાલેની રાજસ્થાન રોયલ્સે આ લીગની ફ્રેન્ચાઈઝી ખરીદી છે.ચેન્નઈ સુપર કિંગ્સે આ અનૌપચારિક હરાજીમાં સૌથી ઊંચી બોલી લગાવી હતી. તેમને જોહાનિસબર્ગની ફ્રેન્ચાઈઝી મળી હતી. મુંબઈ ઈન્ડિયન્સને કેપ્ટાઉન ટીમ, જ્યારે સન ટીવી ગ્રુપ, જે સનરાઈઝર્સ હૈદરાબાદના માલિક છે, તેમને એલિઝાબેથ ફ્રેન્ચાઈઝી મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સાઉથ આફ્રિકા T-20 લીગની ટીમના માલિકો IPLવાળા ટીમ

સંજીવ ગોયન્કાની લખનઉ સુપર જાયન્ટ્સને ડરબનની ટીમ મળી છે. તો રાજસ્થાન રોયલ્સે પાર્લ ટીમ ખરીદી છે અને દિલ્હી કેપિટલ્સની ટીમ પ્રિટોરિયા રહેશે. સાઉથ આફ્રિકા બોર્ડ નવા માલિકોની ઔપચારિક જાહેરાત હવે કરશે.સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ આ લીગના કમિશનર હશે. આ પહેલો એવો કિસ્સો બનશે, જ્યારે એક ક્રિકેટર જ કોઈ T-20 ફ્રેન્ચાઈઝી લીગને લીડ કરશે. આ લીગ શરૂ કરવાનો આઈડિયા IPLના પૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર સુંદર રમનનો છે.આ ટૂર્નામેંટની ટીમ ખરીદવાની સીમા પહેલાં 11 જુલાઈ હતી, જે વધારીને 13 જુલાઈ કરવામાં આવી હતી. ટીમના રોકાણકારોને તેમની સફળ બોલીની જાણકારી આપી દેવામાં આવી છે. મુંબઈ અને ચેન્નઈએ સૌથી વધુ બોલી લગાવી છે, જે અંદાજે 250 કરોડની છે.

IPL મોડલની માફક જ આ પ્રત્યેક ફ્રેન્ચાઈઝીએ 10 વર્ષ માટે ફ્રેન્ચાઈઝી ચાર્જના 10% ટકા ચૂકવવાના રહેશે.UAEમાં જાન્યુઆરી 2023માં વધુ એક T-20 લીગ રમાવવા જઈ રહી છે, જે સાઉથ આફ્રિકા લીગની તારીખો સાથે ટકરાઈ રહી છે. આ લીગની પણ શરૂઆત જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2023 સુધીમાં થઈ શકે છે. એવામાં બન્ને લીગના આયોજકો વચ્ચે વાતચીત થઈ છે અને જણાવાયું છે કે ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર, લિયામ લિવિંગસ્ટન સહિત અન્ય બીજા ખેલાડીઓ પણ સાઉથ આફ્રિકાની લીગમાં રમવાની ઈચ્છા ધરાવે છે.

Read About Weather here

જોકે મોઈન અલી UAE લીગમાં રમવા માગે છે.વેસ્ટઇંડીઝના ખેલાડીઓ પણ UAEની લીગમાં રમવાની ઈચ્છા દાખવી છે, જ્યારે ડ્વેન બ્રાવોએ સાઉથ આફ્રિકાની લીગની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો હિસ્સો હોઈ શકે છે. શાહરુખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ IPLની સાથે-સાથે કેરિબિયન પ્રીમિયર લીગ (CPL)માં પણ રમે છે. તો UAE લીગમાં પણ તે ટીમ ખરીદવાનો છે. આ તેની ત્રીજી ક્રિકેટ ટીમ હશે. UAEમાં મોટી સંખ્યામાં શાહરુખ ખાનના ફેન્સ છે. આ કારણે જ તે આ લીગમાં રોકાણ કરવા માગે છે.ફાફ ડુપ્લેસિસએ પણ પોતાના દેશની લીગમાં રમવાની ઈચ્છા ધરાવી છે. હાલ ભારતીય ખેલાડીઓ આ લીગમાં ભાગ લઈ શકશે કે નહિ, એ વિશે હજુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here