મૂસેવાલા મર્ડર કેસમાં સામેલ હત્યારાઓનું એન્કાઉન્ટર

મૂસેવાલા મર્ડર કેસમાં સામેલ હત્યારાઓનું એન્કાઉન્ટર
મૂસેવાલા મર્ડર કેસમાં સામેલ હત્યારાઓનું એન્કાઉન્ટર
પોલીસે એક આરોપીને ઠાર કરી દીધો છે. જોકે હજી તેના નામનો ખુલાસો થયો નથી. એન્કાઉન્ટરમાં 3 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના કાતિલ શાર્પશૂટર મનપ્રીત મન્નુ કુસ્સા અને જગરૂપ રૂપા સાથે પંજાબ પોલીસનું એન્કાઉન્ટર થઈ રહ્યું છે. એન્કાઉન્ટર અમૃતસરમાં અટારી બોર્ડર પાસે હથિયારનગરમાં ચાલી રહ્યું છે. આખા રાજ્યથી પંજાબ પોલીસના જવાનોને બોલાવીને શાર્પશૂટર્સને ઘેરી લેવામાં આવ્યા છે. આ વિસ્તાર ભારત-પાકિસ્તાન સીમાથી 10 કિમી જ દૂર છે. શાર્પશૂટર એક રૂમમાં છુપાઈને પોલીસ પર ફાયરિંગ કરી રહ્યા છે.પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્કફોર્સ (AGTF), સ્પેશિયલ ઓપરેશન સેલ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ યુનિટ (OCCU) સિવાય અમૃતસર પોલીસની ટીમે પણ તેમને ઘેર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પહેલા શાર્પશૂટરને સરન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ફાયરિંગ શરૂ કર્યું. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂસેવાલાની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલાં હથિયાર હજી પણ તેમની પાસે જ છે. એનાથી જ તેઓ પોલીસ પર ફાયરિંગ કરી રહ્યા છે. પોલીસે ગુરુદ્વારા સાહિબથી એનાઉન્સમેન્ટ કરીને લોકોને ઘરની બહાર ના નીકળવાની ભલામણ કરી છે.પોલીસને જાણવા મળ્યું હતું કે સિંગર સિદ્ધુ મસેવાલાને ગોળી મારનાર શાર્પશૂટર મનપ્રીત કસ્સા એટલે કે મન્નુ અને જગરૂપ રૂપા હત્યા પછી પણ પંજાબમાં જ હાજર હતા.

સમાલસર શહેરમાંથી 21 જૂને મળેલા CCTV ફૂટેજમાં બંને એક ચોરીની બાઈક પર દેખાયા હતા. બંને શૂટર્સ તરનતારન તરફ જતા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જૂનના અંત સુધીમાં તેઓ તરનતારનના એક ગામમાં છુપાયેલા હતા. રૂપા આ જ વિસ્તારમાં રહે છે. અહીં એક ગેંગસ્ટરે તેમને પોતાના ફાર્મ હાઉસમાં છુપાવવા માટે જગ્યા આપી હતી. તેમની સાથે ગેંગસ્ટર રૈયા પણ હાજર હતો.મૂસેવાલાની હત્યા 29 મેના રોજ થઈ હતી. નવા ફૂટેજથી ઘટનાના 24 દિવસ પછી 21 મેના રોજ બંને શૂટર્સ પંજાબમાં જ હતા એ સાબિત થઈ ગયું છે.

Read About Weather here

પોલીસના જણાવ્યા પ્રમાણે, મનપ્રી મન્નુ ગેંગસ્ટર લોરેન્સનો ખાસ હતો. તેની પાસે AK-47 હતી અને તેણે જ મૂસેવાલાને પહેલી ગોળી મારી હતી. ગેંગસ્ટર ગોલ્ડી બરાડે કહ્યું હતું કે પહેલી ગોળી મન્નુએ જ મારી હતી. મર્ડરમાં ઉપયોગમાં લેવામાં આવેલી રાઈફલ મન્નુ અને રૂપા પાસે જ હોવાની શક્યતા છે. અત્યારસુધી દિલ્હી અને પંજાબ પોલીસ તે બંને સુધી પહોંચી શકી નથી. પોલીસનો દાવો છે કે તાજેતરમાં મળેલા CCTV ફૂટેજથી બંને વિશે ઘણી માહિતી મળી છે.CCTV ફૂટેજ સામે આવ્યા પછી પંજાબ પોલીસ સામે પણ સવાલ ઊભા થયા છે. પંજાબ પોલીસે હત્યારાઓને પકડવા માટે સ્પેશિયલ ટીમ બનાવવા અને ઝડપથી તપાસ કરવાનો દાવો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here