ચીને ડોકલામની પાસે બનાવ્યું નવું ગામ…!

ચીને ડોકલામની પાસે બનાવ્યું નવું ગામ…!
ચીને ડોકલામની પાસે બનાવ્યું નવું ગામ…!
ભુતાનના વિસ્તારમાં આવેલા આ ગામનું નામ ચીને પંગડા રાખ્યું છે. ચીન ભુતાનના રસ્તે ભારતને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં એનો ઘટસ્ફોટ થયો છે. એમાં ખબર પડી છે કે ચીને ડોકલામથી 9 કિમી દૂર ભુતાનના આમો ચૂ ઘાટીમાં ગામ વસાવી દીધું છે. આ ગામના નિર્માણની તસવીર નવેમ્બર 2019માં બહાર આવી હતી અને હવે આ ગામમાં લોકોની વસતિ પણ જોવા મળી રહી છે. લગભગ દરેક ઘરની આગળ કાર જોવા મળી રહી છે. પંગડાની પાસે જ ઓલ વેધર રોડ છે, જે ચીને ભુતાનની જમીન પર કબજો કરીને બનાવ્યો છે. આ રોડ તોફાની ગણાતી અમો ચૂ નદીના કિનારે છે, જે ભુતાનની 10 કિમી અંદર છે.

Visit Saurashtra Kranti Homepage here

ડોકલામ એ જગ્યા છે, જ્યાં વર્ષ 2017માં ચીન અને ઈન્ડિયન આર્મીની વચ્ચે ટક્કર થઈ હતી.ચીન આમો ચૂ ધાટીમાં ગામ અને રોડનું બાધકામ કરી રહ્યું છે. આ ઘાટી ચીનના કબજાવાળા ભુતાનના સૌથી મોટા વિસ્તારથી લગભગ 30 કિમી દક્ષિણમાં છે. આ વિસ્તાર પર ચીને ગત વર્ષે કબજો કર્યો હતો. આ એક્ટિવિટીને કારણે સિક્કિમમાં ભારતીય સુરક્ષા બળોની ચિંતા વધી ગઈ છે.આ નિર્માણની દેશ પર અસર પડવાનું નક્કી છે, કારણ કે અમો ચૂની આસપાસ નિર્માણ થવાને કારણે ચીનની આર્મી સ્ટ્રેટેજિક રીતે મહત્ત્વ ધરાવતા ડોકલામ પઠાર સુધી સરળતાથી પહોંચી શકે છે.

એનાથી ચીન ભારતના સંવેદનશીલ એવા સિલિગુડી કોરિડોર સુધી સરળતાથી પહોંચી શકે છે. સિલીગુડી કોરિડોર પૂર્વોત્તરનાં રાજ્યોને બાકીના દેશો સાથે જોડે છે.ઈન્ડિયન આર્મીએ ચીન વર્કર્સને વર્ષ 2017માં ડોકલામમાં આવેલા ઝામ્પેરી રીજ પર પહોંચવાથી અટકાવ્યા હતા. ચીન હવે વૈકલ્પિક રસ્તાથી અહીં સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યું છે. દેશના પૂર્વી સેના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રવીણ બક્ષી(રિટાયર્ડ)એ જણાવ્યું હતું કે પંગડા ગામ અને એની ઉત્તર અને દક્ષિણમાં આવેલાં ગામ ઝામ્પેરી રીજ અને ડોકલામ પઠાર પર પણ ચીને કબજો કરવાની કોશિશ કરી હતી.

નવી તસવીર પરથી એ વાતનો ખ્યાલ આવે છે કે અમો ચૂ નદીના કિનારે આવેલું બીજું ગામ લગભગ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. જોકે દક્ષિણમાં આવેલા ત્રીજા ગામમાં નિર્માણ કાર્ય ચાલુ છે. અહીં નદી પર એક બ્રિજનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. અહીં 6 ઈમારતના પાયા ખોદવામાં આવ્યા હોવાનું પણ દેખાઈ રહ્યું છે.નવી તસવીરોનું એનાલિસિસ કરી ચૂકેલા ઈન્ટેલિજન્સ રિસર્ચર ડેમિયન સાઈમને જણાવ્યું હતું કે આટલા દૂરના વિસ્તારમાં પણ આટલું ઝડપથી થઈ રહેલું નિર્માણ જોવાલાયક છે. એના પરથી એ વાતનો ખ્યાલ આવે કે ચીન કઈ રીતે કોઈપણ પ્રકારના વિરોધ વગર તેની સીમાઓનું વિસ્તરણ કરી રહ્યું છે.

Read About Weather here

ચીન તમામ ઋતુઓમાં અહીં સુધી પહોંચી શકાય એ માટે રોડનું નિર્માણ કરી રહ્યું છે.સાઈમને જણાવ્યું હતું કે ચીન ભુતાનના વિસ્તારોના ટુકડા કરી રહ્યું છે અને ભુતાન તેને રોકી પણ શકતું નથી. અમો ચૂ ધાટીમાં ચીનના નિર્માણને લઈને નવી દિલ્હીમાં ભુતાનના રાજદૂત, મેજર જનરલ વેત્સોપ નામગ્યાલે ટિપ્પણી કરવાથી ઈનકાર કર્યો હતો. ભુતાનના મોરચા પર આ ઘટના એવા સમય બની છે, જ્યારે ભારત અને ચીનની વચ્ચે પૂર્વી મોરચા પર લદાખમાં તણાવ ઘટાડવા માટ 16 રાઉન્ડની વાતચીત થઈ ગઈ છે. જોકે એ પછી પણ કોઈ પરિણામ આવ્યું નથી. અંતિમ રાઉન્ડની વાતચીત રવિવારે થઈ હતી.બીજી તરફ વિદેશ મંત્રાલયે આ મામલે હજી સુધી કોઈ જ નિવેદન આપ્યું નથી.ચીનના મામલાના એક્સપર્ટ ડો.બ્રહ્મ ચેલાની કહે છે, ચીન ભુતાનના વિસ્તારોમાં ગામ, રોડ અને સિક્યોરિટી ઈન્સ્ટોલેશનનું નિર્માણ કરીને ભારત વિરુદ્ધ તેની સૈન્ય ક્ષમતાને મજબૂત કરી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here