હાલમાં જ એવી ચર્ચા થઈ રહી હતી કે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. જોકે, હાલમાં બંને એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે અને તેમને લગ્નની કોઈ ઉતાવળ નથી. બોલિવૂડ એક્ટર હૃતિક રોશન હાલમાં પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. હૃતિક તથા સબા આઝાદ લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૃતિક તથા સબા આઝાદ હાલમાં હેપી રિલેશનશિપમાં છે. બંને સાથે ટાઇમ સ્પેન્ડ કરે છે અને પેરિસમાં વેકેશન મનાવી રહ્યા છે. સબાના હૃતિકની પૂર્વ પત્ની ને બાળકો સાથે પણ સારા સંબંધો છે. બંને એકબીજાના ક્લોઝ છે.
![હૃતિક 16 વર્ષ નાની GF સાથે બીજા લગ્ન કરશે…? હૃતિક](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
જોકે, સબા ને હૃતિકને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. બંને હાલમાં એકબીજાની કંપની એન્જોય કરે છે. આ ઉપરાંત બંને એ પણ વિચારે છે કે તેઓ લગ્ન કરવા ઈચ્છે છે કે નહીં.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં એક્ટ્રેસ પૂજા બેદીએ કહ્યું હતું કે હૃતિક તથા સબાને તેમના જીવનમાં ફરીથી પ્રેમ મળ્યો, બંને એકબીજાને ઘણો જ સપોર્ટ કરે છે અને આદર આપે છે.
Read About Weather here
જોકે હૃતિક કે સબાએ હજી સુધી પોતાના રિલેશન અંગે કોઈ વાત કરી નથી. હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા. આ જ વર્ષે હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયાં હતાં. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. સુઝાન ખાન અર્સલાન ગોનીને ડેટ કરે છે.મે મહિનામાં કરન જોહરે 50મી બર્થડેની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં હૃતિક તથા સબા એકબીજાનો હાથ પકડીને આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here