કોહલીનો ફિટનેસ ડાન્સ

કોહલીનો ફિટનેસ ડાન્સ
કોહલીનો ફિટનેસ ડાન્સ
કોહલીનો આ ફિટનેસ ડાન્સ વાઇરલ થયો છે. એને અત્યારસુધી 25 લાખ લાઇક્સ મળી ચૂક્યા છે. વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક્સર્સાઇઝની રીલ પોસ્ટ કરી છે. એમાં કોહલી પંજાબી સોન્ગ પર એક્સર્સાઇઝ કરતો નજરે પડે છે. કોહલીએ રીલ પોસ્ટ કરી લખ્યું હતું છે, આ ઘણા દિવસથી પેન્ડિંગ હતું, પરંતુ મને લાગે છે કે બહુ વાર નથી લાગી. ભારતીય ટીમ હાલ વેસ્ટઈન્ડીઝના પ્રવાસે છે. અહીં 3 વન-ડે અને 5 T-20 રમાશે.

Visit Saurashtra Kranti Homepage here

કોહલીને આ પ્રવાસમાં આરામ અપાયો છે. તે હવે ઓગસ્ટમાં શરૂ થનારા એશિયા કપમાં પુનરાગમન કરશે.વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલો થનારો પ્રથમ ભારતીય છે. 20 કરોડથી વધુ ફોલોઅર્સવાળો તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર છે. વિશ્વભરના સ્પોર્ટ્સ સેલિબ્રિટીની વાત કરીએ તો કોહલી ત્રીજા નંબરે છે. તેનાથી આગળ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસ્સી છે.

Read About Weather here

રોનાલ્ડોના 45.1 કરોડ (451 મિલિયન) અને મેસ્સીના 33.4 કરોડ (334 મિલિયન) ફોલોઅર્સ છે.વિરાટ કોહલી તેની દરેક પોસ્ટના 8 કરોડ રૂપિયા કમાય છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના રિચ લિસ્ટમાં તે 19મા નંબરે છે. તે ટોપ 20માં એકમાત્ર ભારતીય છે. આ બાબતમાં સૌથી વધારે કમાણી કરનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, તેને દરેક પોસ્ટના 19 કરોડ રૂપિયા મળે છે. લિયોનલ મેસ્સીને એક પોસ્ટના 14 કરોડ મળે છે.ગત વર્ષે Hopperhq.com એ ઈન્સ્ટાગ્રામનું રિચ લિસ્ટ જાહેર કર્યું હતું. એમાં કોહલી ભારતીયોમાં ટોપ પર હતો. પ્રિયંકા ચોપરા 27મા નંબરે હતી. પ્રિયંકાને દરેક પોસ્ટના 3 કરોડ મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here