રાજકોટમાં કોર્પોરેટરના પતિએ એન.ઓ.સી માટે રૂ.1 લાખ માંગી મકાનમાલિકને ધમકાવ્યો

રાજકોટમાં કોર્પોરેટરના પતિએ એન.ઓ.સી માટે રૂ.1 લાખ માંગી મકાનમાલિકને ધમકાવ્યો
રાજકોટમાં કોર્પોરેટરના પતિએ એન.ઓ.સી માટે રૂ.1 લાખ માંગી મકાનમાલિકને ધમકાવ્યો
શહેરના ઉપલાકાંઠા વિસ્તારના સંતકબીર રોડ પરની ભોજલરામ સોસાયટીમાં રહેતા દીપક જયંતીભાઇ ટુડિયા નામના યુવકે ભોજલરામ સોસાયટીમાં આવેલું પોતાનું મકાન રૂ.45 લાખમાં વેચવાનો સોદો નક્કી કર્યો હતો, મકાન ખરીદનારે સોસાયટીનું એનઓસી માગતા દીપક ટુડિયા સોસાયટીના પ્રમુખ ઘનશ્યામ હમીરભાઇ કુંગશિયા પાસે પહોંચ્યો હતો, ઘનશ્યામ વોર્ડ નં. 6નો ભાજપનો પ્રમુખ છે અને તેના પત્ની મંજુબેન આ વોર્ડના જ કોર્પોરેટર છે,

Visit Saurashtra Kranti Homepage here

દીપક ટુડિયાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના આગેવાન ઘનશ્યામ કુંગશિયાએ મને પૂછ્યા વગર મકાન કેમ વેચ્યું તેમ કહી એનઓસી જોઇતું હોય તો દલાલીના 2 ટકા એટલે કે રૂ.90 હજાર અને સોસાયટીના હોલમાં 10 પંખા નખાવી દેવાના તેના રૂ.20 હજાર મળી રૂ.1.10 લાખની માંગ કરી હતી, ઘનશ્યામ કુંગશિયાએ ધમકાવતા ડરી ગયેલા દીપકે જેતે સમયે પૈસા આપવાનો વાયદો કર્યો હતો અને ઘનશ્યામે પોતાના બચાવ માટે દીપકને ધમકાવીને સાદા કાગળમાં દલાલીના રૂપિયા આપવાના છે તેવું લખાણ પણ લખાવી લીધું હતું.

Read About Weather here

સોસાયટીનું એનઓસી મળી જતાં મકાન વેચાઇ ગયું હતું, પરંતુ દીપકે પૈસા નહીં ચૂકવતા ભાજપના આગેવાન ઘનશ્યામે નાણાંની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને દીપકને અનેક ફોન કરી પૈસાની માંગ કરી હતી અને જો પૈસા નહીં મળે તો જોઇ લેવાની પણ ધમકી આપતો હતાના આક્ષેપો થઇ રહ્યા છે. શહેરના વોર્ડ નં. 6ના ભાજપના કોર્પોરેટરના પતિએ પોતે જે સોસાયટીનો પ્રમુખ છે તે સોસાયટીના રહીશે મકાન વેચતા તેના એનઓસીના બદલામાં રૂ.1 લાખ માગી મકાનમાલિકને ધમકાવ્યો હતો, પૈસા વસૂલવા માટે ભાજપના આ આગેવાને મકાનમાલિકને ગાળો પણ ભાંડી હતી આ અંગેનો વીડિયો ફરતો થતાં ચકચાર મચી ગઇ હતી.આગામી દિવસોમાં શહેર ભાજપ દ્વારા શુ પગલા લેવામાં આવશે તેના પર સૌ કોઇની નજર રહેશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here