તહેવારો નજીક આવતા જ ખાદ્યતેલોમાં કૃત્રિમ તેજી: ફરી ભાવવધારો

તહેવારો નજીક આવતા જ ખાદ્યતેલોમાં કૃત્રિમ તેજી: ફરી ભાવવધારો
તહેવારો નજીક આવતા જ ખાદ્યતેલોમાં કૃત્રિમ તેજી: ફરી ભાવવધારો
જન્માષ્ટમીનાં તહેવારો નજીક આવી રહ્યા હોવાથી ખાદ્યતેલોની માંગમાં જોરદાર વધારો થઇ જતો હોય છે. આ તકનો સંગ્રહખોરો ગેરલાભ ઉઠાવવા માંગતા હોય તેમ બજારોમાં ખાદ્યતેલોની કૃત્રિમ તેજી સર્જીને રોજેરોજ ભાવવધારો કરવામાં આવી રહ્યો છે. સોમવારે ખુલતી બજારથી જ ભાવ વધી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બા દીઠ રૂ.10- 10 નો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાને પગલે સિંગતેલનો ભાવ ડબ્બા દીઠ રૂ.2810 થઇ ગયો છે. જયારે કપાસિયા તેલનો ભાવ ડબ્બા દીઠ રૂ.2510 થઇ ગયો છે. પામતેલની વાત કરીએ તો તેના ભાવમાં પ્રચંડ તેજી જોવા મળી છે. છેલ્લા ત્રણ મહિનામાં જ પામતેલના ભાવમાં રૂ.500 થી 600 જેવો આકરો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

મગફળીની વિક્રમ સર્જક રૂ.1531 ના ભાવે ખરીદી થઇ રહી છે છતાં ખાદ્યતેલના ભાવમાં હજુ વધુ વધારો લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે. બજારોમાંથી પ્રાપ્ત વિગત મુજબ આયાતી સાઈડ તેલમાં તેજી- મંદીની ઉથલ-પાથલ વચ્ચેસિંગતેલમાં ભાવ વધારાનો નવો દૌર શરૂ થશે તેવું લાગે છે. વેપારી વર્ગ કહે છે કે, બજારમાં હાલ મગફળીની અછત છે. બીજીતરફ જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે. જેના કારણે ઓઈલમીલ અને દાણા બંનેમાં ખરીદી જોવા મળી રહી છે. તહેવારોની ઘરાકી ખુલ્લી રહી હોવાથી જેમ ખરીદીમાં વેગ આવી રહ્યો છે તેમ ભાવ પણ વધવાની ભીતિ છે. ખાદ્યતેલોમાં અત્યાર સુધી સૌથી સસ્તું પામોલિન તેલ હતું. પણ તેના ભાવ એકધારા વધતા જ રહે છે.

Read About Weather here

સપ્તાહ પહેલા ભાવ રૂ.1920 હતો તે સોમવારે વધીને રૂ.1950 થઇ ગયો હતો. બજારનાં વર્તુળોને શંકા છે કે, જેમ- જેમ તહેવારો નજીક આવશે અને ખરીદી વધતી જશે તેમ- તેમ ખાદ્યતેલો અને અન્ય જીવન જરૂરી ચીજોની ભાવસપાટી ભડકે બળવા લાગશે. તેવી ભીતિ સેવાઈ રહી છે. જન્માષ્ટમીનો તહેવાર એવો છે કે, ખાદ્યતેલોનો વપરાશ ખૂબ જ વધી જતો હોય છે જેનો સંગ્રહખોરો અને નફાખોર તત્વો ખૂબ જ ગેરલાભ ઉઠાવતા હોય છે. આ વખતે સરકાર ગરીબો અને મધ્યમ વર્ગને તહેવારો પર ખિસ્સા ખાલી કરવા ન પડે અને લુંટાઈ નહીં એ જોવા માટે સંગ્રહખોરી રોકવા અને ભાવવધારો ડામવા અત્યારથી તાકીદનાં પગલા લ્યે એવી જોરદાર લોકમાંગણી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here