રોડ-રસ્તા ભુલાયા’ને ટોણા મારવામાં જનરલ બોર્ડ પૂર્ણ!

રોડ-રસ્તા ભુલાયા’ને ટોણા મારવામાં જનરલ બોર્ડ પૂર્ણ!
રોડ-રસ્તા ભુલાયા’ને ટોણા મારવામાં જનરલ બોર્ડ પૂર્ણ!
રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં શહેરમાં ઠેર-ઠેર ખાડાને કારણે લોકો પરેશાન બની રહ્યા છે તેની રજૂઆત કોરાણે મૂકી વિપક્ષે શાળા અને શિક્ષણ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. નગરસેવક વશરામ સાગઠિયાએ સરકારી ખરાબામાં બે સ્કૂલ વર્ષોથી ચાલે છે એવો પ્રશ્ર્ન કર્યો હતો. ત્યારે શાસકે જવાબ આપતા જણાવ્યું હતું કે, તમારા મગજમાં ખરાબો આવી ગયો છે, એકનો એક સવાલ કરો છો.
આજની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષે શિક્ષણ મુદ્દે પ્રશ્ર્ન પૂછતા હોબાળો થયો હતો અને શાસક અને વિપક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યારે શાસકે જણાવ્યું હતું કે, શહેરમાં ખાડા બૂરાય જશે શિક્ષણનું ચલાવો.

Visit Saurashtra Kranti Homepage here

શાસકે વશરામ સાગઠિયાને શાળા અંગે જવાબ આપ્યો હતો કે, રાજકોટમાં તમે ખોટા રસ્તે ગયા છો, તમારા લીધે ફરી ચૂંટણી આવશે. જોકે લાંબા સમય બાદ શિક્ષણ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન મામલે શાસક પક્ષના કોર્પોરેટર અને આપના પ્રતિનિધિ વશરામ સાગઠિયા વચ્ચે રકઝક થઈ હતી. સાગઠિયાએ ભાજપના કોર્પોરેટરોને ટોણા મારતા જણાવ્યું હતું કે, મેં પક્ષ બદલાવ્યો છે, જેના કારણે મારામાં ઘણો બદલાવ આવ્યો છે. સાગઠિયાએ સવાલ કર્યો હતો કે, કેટલા વર્ષોથી સૂચિત સોસાયટીમાં પ્લાન કમ્પલિશન વગર સ્કૂલો ચાલે છે. આજે જનરલ બોર્ડની બેઠક વર્ષો બાદ એક કલાકથી વધુ સમય ચાલી હતી. આજે 1 કલાક 10 મિનિટ સુધી બેઠક ચાલી હતી.

Read About Weather here

વશરામ સાગઠિયા દ્વારા પૂછવામાં આવેલા શાળાના પ્રશ્નમાં જ એક કલાક સુધી ચર્ચા ચાલી હતી. આજે 28 પ્રશ્ર્ન સામે માત્ર એક જ સવાલમાં બોર્ડ પૂરું થઈ ગયું હતું. જ્યારે લોકોના વરસાદ અને ખાડાના સવાલો અદ્ધરતાલ જ રહ્યા હતા. જનરલ બોર્ડ બાદ વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં શિક્ષણના એટલા બધા મુદ્દાઓ છે કે આખો દિવસ ટૂંકો પડે. રાજકોટમાં શિક્ષણ ખાડે ગયું છે એ વાતથી સાબિત થાય છે કે, 1006માંથી 163 જગ્યા ભરવાની બાકી છે. પટ્ટાવાળાથી પ્રિન્સિપાલ સુધીની જગ્યા ખાલી છે. બોર્ડ પૂરું થયું ત્યાં સુધી રાજકોટના મેયર એક પણ શબ્દ બોલી શક્યા નથી કે, તમારો જવાબ મળી ગયો છે. 40 સૂચિત સોસાયટીમાં સ્કૂલના બિલ્ડિંગો ઉભા છે, તેને મંજૂરી ક્યારે આપી તેની માહિતી નથી. સામાન્ય માણસનું 25 વારમાં ઉભું મકાન પાડવામાં શાસકો સૂરાપુરા થાય છે ત્યારે આવડી મોટી કરોડો રૂપિયાની બિલ્ડીંગો ઉભી ક્યારે થઈ એ તેમને ખબર હોતી નથી. રાજકોટમાં 40 સ્કૂલની બિલ્ડીંગ સૂચિત સોસાયટીમાં ઉભા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here