ખાસ બ્રાન્ચે જ્યાં 12 લાખનો તોડ કર્યો તો’ ત્યાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 7ની ધરપકડ કરતા ખળભળાટ

ખાસ બ્રાન્ચે જ્યાં 12 લાખનો તોડ કર્યો તો’ ત્યાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 7ની ધરપકડ કરતા ખળભળાટ
ખાસ બ્રાન્ચે જ્યાં 12 લાખનો તોડ કર્યો તો’ ત્યાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 7ની ધરપકડ કરતા ખળભળાટ
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા અને વિવાદોનાં એરણે ચડેલી ખાસ બ્રાંચ, રાજકોટ રૂરલ પોલીસ અને પડધરી પોલીસને મોટો આંચકો લાગે એવી ઘટનામાં ગુજરાતનાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા અચાનક ખાસ બ્રાન્ચના તોડકાંડની જગ્યાએ જ દરોડો પાડી ગેસ રીફીલિંગ કૌભાંડ બારામાં 7 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે અને સ્ટેટ સેલનાં અચાનક આગમનથી શહેર પોલીસમાં ભૂકંપ જેવી ઉથલ- પાથલ સર્જાઈ ગઈ છે. અનેક સવાલોની વણઝાર પણ સાથે- સાથે શરૂ થઇ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

કેમકે રાજકોટ પોલીસની ખાસ બ્રાન્ચ દ્વારા જે વિસ્તારમાં રૂ.12 લાખનો તોડ કર્યાની ચર્ચા થઇ છે એ વિસ્તાર રાજકોટ રૂરલ પોલીસનાં અધિકાર ક્ષેત્રમાં આવતો વિસ્તાર છે. એ વિસ્તારમાં જઈને ખાસ બ્રાંચ તોડ કરે અને સ્થાનિક પોલીસ કે રૂરલ એલસીબીને પણ જાણ ન થાય એ સવાલ સર્વત્ર ચર્ચાઈ રહ્યો છે. આ બનાવની ગંભીરતાને જોતા મોનીટરીંગ સેલનાં દરોડા બાદ પડધરી પોલીસ, રાજકોટ રૂરલ અને શહેર પોલીસની ભૂંડી ભૂમિકા સેલનાં દરોડાને પગલે ઉઘાડી પડી ગઈ છે તો હવે રૂરલ એસપી અને સીપી કોઈ પગલા લ્યે છે કે, કેમ તેના પર સહુની નજર મંડાઈ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ રૂરલ વિસ્તારમાં ગેસ રીફીલિંગ થાય છે અને ત્યાં જઈને ખાસ બ્રાન્ચની ટીમ દ્વારા મસમોટો તોડ કરી લેવાયો છે એ કારનામાંનો પર્દાફાશ કરતો અહેવાલ સૌરાષ્ટ્ર ક્રાંતી એ જ સૌપ્રથમ પ્રગટ કર્યો હતો. સ્ટેટ સેલનાં દરોડા એ હવે આખા મામલાને ગંભીર વળાંક આવી દીધો છે. ખાસ બ્રાન્ચ અને સ્થાનિક ગ્રામ્ય પોલીસે જે કૌભાંડ પર પડદો પાડી દીધો એ પડદો સ્ટેટ સેલ દ્વારા ચીરી નાખવામાં આવતા સ્વાભાવિક રીતે જ સમગ્ર બેડામાં ખળભળાટ મચી ગયો છે અને લાગતાવળગતા સહુ મોઢા છુપાવી રહ્યા છે અને ઉંચા- નીચા થઇ ગયા છે.

બનાવની વિગત જોઇએ તો ગઇકાલે રાત્રે જામનગર રાજકોટ હાઇ-વે રંગપર ગામના પાટિયાની સામે જવાહર નવોદય વિદ્યાલયની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ગેસ રીફીલિંગનું કૌંભાડ ચાલતુ હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા એસઆરપીની ટીમો સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. રેઇડ દરમ્યાન ગેસ ભરેલુ ટેન્કર, બોલેરો અને સ્વિફટ કાર, રોકડ, મોબાઇલ, 24 ગેસ સિલીન્ડર, નોજલ અને વાલ્વ સહિત કુલ 49,46,170નો મુદામાલ કબજે કરીને દીનેશ સવાભાઇ ખાંભરા, સાગર મનુભાઇ ગોહેલ, સીંધાભાઇ હિરાભાઇ વરૂ, મુકેશ રામરાજ ગૃપ્તા, મહેશ નાથાલાલ ચાવડા, ગોરધન દિનેશભાઇ ડાભી, સીંધાભાઇ નાગજીભાઇ ભુંડીયા એમ કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે

અને મુખ્ય સુત્રધાર દિનેશ ફાંગલીયાની શોધખોળ આદરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મુકેશ ગૃપ્તા ગેસ ટેન્કરનો ડ્રાઇવર છે જેને મુખ્ય આરોપી દિનેશ, મનુ અને સીંધાભાઇ દ્વારા ગેસ ટેન્કર માંથી સિલ્ડનર ભરવા માટેના સિલ્ડર દિઠ 1200 રૂપિયા આપતા હોવાનું ખુલ્યુ છે તેમજ મહેશ નાથાલાલ ચાવડા, ગોરધન દિનેશભાઇ ડાભી, સીંધાભાઇ નાગજીભાઇ ભુંડીયા દ્વારા ગેસ ટેેન્કર માંથી ગેસ કાઢી બાટલા ભરવા અને બાટલાને ડીલવરી કરવાના મજુરી કામે રાખવામાં આવ્યા હતા સમગ્ર કૌભાડમાં મુખ્ય આરોપીઓ દીનેશ સવાભાઇ ખાંભરા, સાગર મનુભાઇ ગોહેલ, સીંધાભાઇ હિરાભાઇ વરૂ, તેમજ દિનેશ ફાંગલીયા કે જેને જગ્યા ભાડે આપી હોવાનું ખુલ્યું હતું.સમગ્ર મુદામાલ તેમજ આરોપીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે પડધરી પોલીસને સોંપવામાં આવી પંચનામું કરવામાં આવ્યું હતું.

Read About Weather here

સવાલ તો એ છે કે સૌરાષ્ટ્ર ક્રાંતીએ તાજેતરમાં જ લેખ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો કે ગેસ બાટલા રીફીલિંગ કરતા એક યુનિટ પર ત્રાટકીને છાનેખૂણે રૂ.12 લાખનો તોડ કર્યાની જબરી ચર્ચા થઇ રહી હતી. સમગ્ર વિસ્તારતો રાજકોટ રૂરલનો હતો તેમાં શહેર પોલીસનો ખાસ બ્રાન્ચ જઇ કંઇ રીતે વહીવટ કરી શકે છતાં કરવામાં આવ્યો હતો અને આ વિસ્તાર રાજકોટ રૂરલનો છે તે પણ પ્રસિધ્ધ કરાયા પછી પણ રૂરલ પોલીસ ઘોર નિંદ્રામાં રહેતા આજે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડીને છતુ કરી દીધું છે. શું પડધરી પોલીસને આ અંગે કંઇ જાણ જ ન હતી કે જાણ હોવા છતાં આખમિંચાણા કરવામાં આવતા હતા તે તપાસનો વિષય છે. અને રાજકોટ રૂરલના વિસ્તારમાં જઇને તોડ કરવા બદલ ખાસ બ્રાન્ચોની ટીમ સામે પો.કમિશનર તપાસના આદેશો આપશે કે ભીનું સંકેલી લેશે ઉપરાંત રૂરલ એસપી કોઇ કડક કાર્યવાહી કરીને બોધ પાઠ બેસાડશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here