અદનાનના અકાઉન્ટમાં માત્ર એક જ પોસ્ટ છે અને તેમાં ‘અલવિદા’ લખ્યું છે. બોલિવૂડ સિંગર અદનાન સામીએ સો.મીડિયા ઇન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ ડિલિટ કરી નાખી છે. આ જોઈને ચાહકો નવાઈમાં મૂકાઈ ગયા હતા. જોકે, સો.મીડિયામાં ચર્ચા છે કે અદનાન સામીનો લેટેસ્ટ મ્યૂઝિક ટ્રેક ‘અલવિદા’ હોઈ શકે છે.અદનાનના ઇન્સ્ટાગ્રામ પેજ પર માત્ર એક જ પોસ્ટ છે. આ વીડિયો પોસ્ટમાં ‘અલવિદા’ લખવામાં આવ્યું છે. અનેક યુઝર્સ માની રહ્યા છે કે અદનાના આગામી ટ્રેક પ્રમોશનની ટ્રિક છે. અદનાનના ‘ભીગી ભીગી રાતો..’, ‘લિફ્ટ કરા દે..’, ‘કભી તો નજર મિલાઓ..’ જેવા સોંગ્સ લોકપ્રિય છે.અદનાનની તમામ પોસ્ટ ડિલિટ થતાં સો.મીડિયા યુઝર્સને નવાઈ લાગી હતી.
Visit Saurashtra Kranti Homepage here
અનેક યુઝર્સે સવાલ કર્યો હતો કે આખરે આ શું છે. એક યુઝરે કહ્યું હતું કે સર આ શું છે? અન્ય એકે કહ્યું હતું કે અદનાન ભાઈ ક્યારેય અલવિદા ના કહેતા.અદનાને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ભલે ડિલિટ કરી નાખી, પરંતુ ટ્વિટર પર અનેક પોસ્ટ છે. ત્યાં તેણે એક પણ પોસ્ટ ડિલિટ કરી નથી.અદનાન સામી હાલમાં પોતાના લુકને કારણે ચર્ચામાં આવ્યો હતો. અદનાનનું વજન એક સમયે 220 કિલો જેટલું હતું. જોકે, ધીમે ધીમે વજન ઘટાડ્યું હતું. હાલમાં અદનાનનું વજન 75 કિલો છે.અદનાન ઘણાં વર્ષોથી પોતાનું વજન ઓછું કરી રહ્યો છે.
એક સમયે તેનું વજન 230 કિલો સુધી પહોંચી ગયું હતું, ત્યારપછી ઘૂંટણ પર ભાર આવવા લાગ્યો હતો. ત્યારબાદ ડોક્ટરોએ તેને વજન ઘટાડવાની સલાહ આપી અને કહ્યું કે જો તે વજન નહી ઘટાડે તો તે માત્ર 6 મહિના જ જીવી શકશે. જે બાદ તેણે ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.અદનાન સામીએ 11 મહિનામાં જ 165 કિલો વજન ઓછું કર્યું હતું. પહેલાં તો ફક્ત વોકિંગ જ કરતો હતો, બાદમાં ટ્રેડ મિલ અને કાર્ડિયો કરવાનું શરૂ કરી દીધું હતું. આ સાથે જ ખાવા-પીવામાં પણ કંટ્રોલ કર્યો હતો અને હેલ્ધી ડાયટ લેવાનું શરૂ કર્યું હતું.
Read About Weather here
અદનાન સામીએ તીખો-તળેલો ખોરાક અને ખાંડ બિલકુલ બંધ કરી દીધી હતી. સંગીતની દુનિયામાં તેના યોગદાન માટે તેને દેશના સર્વોચ્ચ પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અદનાને ‘ભર દો ઝોલી મેરી’, ‘તેરા ચેહરા’, ‘ભીગી ભીગી રાતો મેં’, ‘મેરી યાદ રખના’, ‘સુન જરા’, ‘તેરે બિના જિયા જાયે ના’ અને ‘શાયદ યહી તો પ્યાર હૈ’ જેવા એકથી એક ચડિયાતાં ગીત ગાયા છે.અદનાન સામી સિંગર હોવાની સાથે મ્યૂઝિશિયન, મ્યૂઝિક કમ્પોઝર અને પિયાનો વાદક પણ છે. તે હિન્દી અને સાઉથની ફિલ્મો માટે ઇન્ડિયન અને વેસ્ટર્ન મ્યુઝિક કંપોઝ કરે છે અને ગાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here