બિહારમાં સાપોનો મેળો…!

બિહારમાં સાપોનો મેળો…!
બિહારમાં સાપોનો મેળો…!
સાપ તેમના ગળા અને હાથમાં એવી રીતે વીંટળાયેલા હતા જાણે એમના મિત્રના હોય. બિહારના સમસ્તીપુરમાં હાથોમાં ઝેરીલા સાપ લઈને ઘણા કલાકો સુધી લોકો કરતબ દેખાડતા રહ્યા. ત્યારે કોઈપણ ઝેરીલા સાપને જોઈને ડર્યું પણ નહોતું. આ દૃશ્ય સમસ્તીપુરના સિંધિયા ઘાટ પર મેળા દરમિયાન જોવા મળ્યું હતું. અહીં નાગ પાંચમનો ઉત્સવ ઊજવવામાં આવતો હતો.આ દરમિયાન ભગત રામ સિંહે માતા વિષહરિનું નામ લઈને મંદિરમાંથી ડઝનો સાપ બહાર કાઢ્યા હતા.
બિહારમાં સાપોનો મેળો…! બિહાર
બિહારમાં સાપોનો મેળો…! બિહાર

Visit Saurashtra Kranti Homepage here

અહીં મોઢામાં સાપ પકડીને ભગતે કલાકો સુધી એનાં કરતબ કર્યાં હતાં. ત્યાર પછી હજારો શ્રદ્ધાળુઓ હાથમાં સાપ લઈને ગંડકના સિંધિયા ઘાટ તરફ જવા નીકળ્યા હતા. ત્યાં નદીમાં ડૂબકી લગાવવાની સાથે માતાનું નામ લઈને ભગતે ડઝનો સાપ બહાર કાઢ્યા હતા.ભગતે જેટલી વાર નદીમાં ડૂબકી લગાવી એટલી વાર બે-ચાર સાપ હાથમાં લઈને બહાર નીકળ્યા અને શ્રદ્ધાળુઓને આપ્યા હતા. એક કલાક સુધી આવી રીતે ડૂબકી લગાવીને ડઝનો સાપ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર પછી ભગત અને શ્રદ્ધાળુઓ મંદિર તરફ પરત આવ્યા અને તે સાપને છોડી દીધા હતા.

Read About Weather here

સિંધિયા ઘાટ પર નાગ પાંચમની પૂજા અને મેળામાં આવું વાતાવરણ કલાકો સુધી જોવા મળ્યું હતું.દલસિંહસરાય અનુમંડળ વિસ્તારમાં ઘણાં ગામોમાં સોમવારે નાગપાંચમની પારંપરિક પૂજા કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજાને પ્રસાદમાં લીમડાનાં પત્તાં અને દહીં આપ્યું હતું. દલસિંહસરાયનાં ઘણાં ગામોમાં નાગ પાંચમના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. માલપુર વિદ્યાલયની પાસે વિષહર મંદિરમાં મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ દિવસે મહિલાઓએ છાણથી તેમના ઘરની ચારેબાજુ એક લાઈન બનાવી હતી. ઘરના મુખ્ય દરવાજે અને રૂમના દરવાજા પર છાણથી એક લાઈન દોરીને સિંદૂર લગાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here