દરેક ખેલાડીના જીવનમાં ઉતાર ચડાવ આવે છેઃ રોહિત

દરેક ખેલાડીના જીવનમાં ઉતાર ચડાવ આવે છેઃ રોહિત
દરેક ખેલાડીના જીવનમાં ઉતાર ચડાવ આવે છેઃ રોહિત
ઈંગ્‍લેન્‍ડ સામે બીજી વનડે હાર્યા બાદ રોહિત શર્માને પ્રેસ કોન્‍ફરન્‍સમાં વિરાટ કોહલીના ખરાબ ફોર્મ અંગે સવાલ પૂછવામાં આવ્‍યો તો તેણે કહ્યું કે, આ બધું કેમ થઈ રહ્યાં છે.  મને સમજાતું નથી.  તે (કોહલી) ઘણી મેચ રમ્‍યો છે.  તે આટલા વર્ષોથી રમી રહ્યા છે.  તે એક મહાન બેટ્‍સમેન છે, તેને કોઈ ખાતરીની જરૂર નથી.  મેં છેલ્લી પ્રેસ કોન્‍ફરન્‍સમાં પણ આ જ વાત કહી હતી.  ફોર્મ આવે છે અને જાય છે, તે કોઈપણ ક્રિકેટરની કારકિર્દીનો એક ભાગ છે. 

Visit Saurashtra Kranti Homepage here

તો આટલા વર્ષોથી રમી રહેલા કોહલી જેવા ખેલાડીઓએ આટલા રન બનાવ્‍યા, મેચો જીતી.  તેને માત્ર એક કે બે સારી ઇનિંગ્‍સની જરૂર છે, આ મારી વિચારસરણી છે અને મને ખાતરી છે કે જે લોકો ક્રિકેટને અનુસરે છે તેમની માનસિકતા સમાન છે.આ બીજી વખત છે જ્‍યારે કેપ્‍ટન રોહિત શર્માએ ઈંગ્‍લેન્‍ડ પ્રવાસમાં મર્યાદિત ઓવરોની શ્રેણી દરમિયાન વિરાટનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે.  જો કે રોહિતે ઍ પણ સ્‍વીકાર્યું કે વિરાટ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. 

Read About Weather here

પરંતુ, ભારતીય ટીમ મેનેજમેન્‍ટને હજુ પણ તેના પર પૂરો વિશ્વાસ છે. આપણે સૌએ આની નોંધ લેવી જોઈએ. એને ઘણા રન બનાવ્‍યા છે. તેની એવરેજ જુઓ, તેણે કેટલી સદી ફટકારી છે, તેની પાસે તે કરવાનો (વિશાળ) અનુભવ છે.  ખરાબ તબક્કો દરેક ખેલાડીના જીવનમાં આવે છે, તે અંગત જીવનમાં પણ થાય છે. રોહિતે કહ્યાં,  આ વિષય પર વાત કરતા પહેલા, આપણે પણ થોડું વિચારવું જોઈએ.  આપણે જોયું છે કે તમામ ખેલાડીઓનું પ્રદર્શન ઉપર અને નીચે જાય છે, પરંતુ ખેલાડીની ગુણવત્તા કયારેય ખરાબ નથી હોતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here