ભારે વરસાદના કારણે 11 ગામડામાં અંધારપટ્ટ: 397 વીજપોલ ધરાશાયી

ભારે વરસાદના કારણે 11 ગામડામાં અંધારપટ્ટ: 397 વીજપોલ ધરાશાયી
ભારે વરસાદના કારણે 11 ગામડામાં અંધારપટ્ટ: 397 વીજપોલ ધરાશાયી
ગઈકાલે પડેલ સાર્વત્રિક ભારે વરસાદને પગલે મોટી તારાજી સર્જાણી છે. ધોધમાર વરસાદ પડવાના કારણે 11 ગામડામાં અંધારપટ્ટ છવાઈ ગયા હતા. જયારે 135 ફિડર બંધ થયા હતા. ભારે નુકશાની થતા વીજ તંત્ર દોડતું થયું હતું. અને તાત્કાલીક ધોરણે કામગીરી હાથ ધરી હતી. વીજળી ગુલ રહેતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ખેતરોના ફીડર બંધ થતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ ગ્રામ્યમાં એક ફીડર અને 31 વીજપોલ ડેમેજ થયા છે. આ ઉપરાંત મોરબીના એક ફીડર 38 વીજપોલ, પોરબંદરમાં 3 ફીડર 8 વીજપોલ, જૂનાગઢમાં 15 ફીડર અને 24 વીજપોલ જામનગર 9 ફીડર અને 107 વીજ પોલ, ભૂજમાં 87 ફીડર અને 112 વીજપોલ, અંજારમાં 10 ફીડર 52 વીજ પોલ, ભાવનગરમાં 8 ફીડર 6 વીજ પોલ, બોટાદમાં 4 ફીડર બંધ થયા હતા,

ત્યારે અમરેલીમાં 19 વીજપોલ ડેમેજ થયા હતા. ધોધમાર વરસાદ પડવાના કારણે જૂનાગઢના 3 જામનગરના 2 અને ભૂજના 6 ગામોમાં અંધારપટ્ટ છવાઈ ગયા હતા. વીજ વિભાગમાં જાણ થતા ભારે વરસાદ વચ્ચે વીજ કર્મીઓ રીપેરીંગ કામ હાથ થર્યુ હતું. અને લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેન્ડ-ટુની સુચના આપવામાં આવી છે અને સમગ્ર સ્ટાફને ફરજ પર રહેવાના આદેશ કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં ડીપાર્ટમેન્ટ કુલ 57 ટીમો 192 કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની કુલ 75 ટીમો 399 સભ્યો સાથે મોરબી જિલ્લામાં ડીપાર્ટમેન્ટલ કુલ 22 ટીમો 70 કર્મચારીઓ સાથે તેમજ કોન્ટ્રાક્ટરની કુલ 41 ટીમો 251 સભ્યો સાથે, જામનગર જિલ્લામાં ડીપાર્ટમેન્ટલ કુલ 39 ટીમો 165 કર્મચારીઓ સાથે તેમજ કોન્ટ્રાક્ટરની કુલ 60 ટીમો 253 સભ્યો સાથે જ્યારે કચ્છ જિલ્લામાં ડીપાર્ટમેન્ટલ કુલ 37 ટીમો 135 કર્મચારીઓ સાથે તેમજ કોન્ટ્રાક્ટરની કુલ 36 ટીમો 179 સભ્યો સાથે ફિલ્ડમાં જરુરિયાત મુજબના વાહનો સાથે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

Read About Weather here

પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠાને લગતી ફરિયાદો નિવારવા માટે તેના ક્ધઝયુમર કોલ સેન્ટર તેમજ સબ ડિવિઝન કચેરીઓ ખાતે આવેલ ફોલ્ટ સેન્ટર પુરતા સ્ટાફ સાથે 24 કલાક ચાલુ રાખવામાં આવ્યા છે અને અધિકારીઓ દ્વારા તેનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.પીજીવીસીએલ દ્વારા નાગરિકોને પણ વરસાદની સિઝનમાં પોતાની અને પરિવારની સલામતી રાખવા અનુરોધ કરવામાં આવેલ છે અને વીજ ફોલ્ટ આવે તો જાતે નિરાકરણ લલાવવાના બદલે નજીકના સબ ડીવીઝનના ફોલ્ટ સેન્ટરનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વીજ માળખાને કોઇ નુકશાની થઇ હોવાનું ધ્યાન પર આવે તો ત્વરિત ક્ધઝયુમર કેરસેન્ટરના નંબર 19122 અને 1800 233 155333 પર જાણ કરવા કહેવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here