અફઘાન રાજધાની કાબુલમાં કારમાં બોમ્બ બ્લાસ્ટ: નવ લોકોના મોત

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં કારમાં બોમ્બ બ્લાસ્ટથી નવ લોકોનાં મૃત્યુ થયા હતાં. જ્યારે, આ હુમલામાં ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. અહેવાલ છે કે સંસદ સભ્ય ખાન મોહમ્મદ વારડાકનેનિશાન બનાવીને આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.

ટોલો ન્યૂઝ સાથેની વાતચીતમાં અફઘાનિસ્તાનના ગૃહ પ્રધાન મસુદ અંદારાબીએ કહૃાું કે આજે સવારે કાબુલમાં એક કાર વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા અને ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.