‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ એ 20 વર્ષના સુશાસનનો અરીસો છે: ભુપેન્દ્ર પટેલ

‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ એ 20 વર્ષના સુશાસનનો અરીસો છે: ભુપેન્દ્ર પટેલ
‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ એ 20 વર્ષના સુશાસનનો અરીસો છે: ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વંદે ગુજરાત વિકાસ યાત્રાએ સુશાસનનો 20 વર્ષનો આયનો છે, જે આપણે પાછળ ફરીને જોઈએ ત્યારે થયેલા વિકાસની પ્રતીતિનો અહેસાસ દરેક ગુજરાતીઓને થઈ રહ્યો હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું.રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ભુમીપુજન સાથે તેઓએ ગુજરાતની વિકાસ યાત્રાના મૂળમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના પાયામાં જરૂરી શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા મુખ્ય પાયાને મજબૂત બનાવવાનું કામ કર્યું હતું. જેના પર ગુજરાતની વિકાસ યાત્રા છેવાડાના માનવી સુધી પહોંચાડવા સંભવ બની હોવાનું ભુપેન્દ્રભાઈએ જણાવ્યું હતું છે. આજે આપણે જયારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણમાં ઉજવી રહ્યા છીએ ત્યારે દેશમાં સુશાસનના પરિણામે રાષ્ટ્રમાં સુરાજયથી સુશાસનની વિભાવના સાકાર થઈ રહ્યાનું પણ ગૌરવ સાથે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

વિંછીયા તાલુકાની વિકાસની ગતિને વેગ આપતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અંદાજીત રૂ.19 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જળ સંગ્રહ ક્ષેત્રે વિંછીયાના સોમપીપળીયા (ગોડલાધાર) ખાતે રૂ. 4 કરોડ 39 લાખના ખર્ચે તૈયાર થનાર નાની સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત, જસદણ-ભડલી-ગઢડા મુખ્ય માર્ગ પર, ભડલી ગામ પાસે અંદાજે રૂ. 5 કરોડ 39 લાખના ખર્ચે મેજર બ્રિજ, ગોડલાધારમાં અંદાજે રૂ. 314.03 લાખના ખર્ચે નવી બે માળની આધુનિક માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત અને આટકોટમાં અંદાજે રૂ. 211 લાખના ખર્ચે અદ્યતન બસ સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે વીરપુરમાં રૂ. 296.31 લાખના ખર્ચે અને કોટડા સાંગણીમાં રૂ.102.11 લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જસદણ-વીંછીયા-વીરપુર અને કોટડામાં એસ.ટી.બસની સુવિધા સુદ્રઢ બને તે માટે બે બસ સ્ટેશનોનું લોકાર્પણ અને એક બસ સ્ટેશનના ખાતમુહૂર્ત સાથે વિકાસની પરિભાષા જણાવતા મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, આ સરકારના અથાગ પ્રયત્નોથી ગામડાઓમાં સુવિધાનો વધારો થયો છે, જેને પરિણામે શહેરીકરણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિંછીયા પંથકના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ બાળવિયાએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ડબલ એન્જીનની સરકારે ગુજરાતના વિકાસમાં હરણફાળ ભરી છે, જેમાં જસદણ-વિંછીયા પંથકમાં સર્વાંગી વિકાસ થવા પામ્યો છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને પંથકમાં થયેલાં વિકાસની વાતોને વણી હતી. જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા સ્વાગત પ્રવચન અને આભાર વિધિ ચીફ એન્જીનિયર એલ.જી. કલ્યાણી દ્વારા કરવામાં આવી હતી.

Read About Weather here

ઘેલા સોમનાથ હેલિપેડ પર મુખ્યમંત્રીના આગમન વખતે મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા ઉપસ્થિત હોય, ત્યારે મુખ્યમંત્રીએ સર્વેનું રામ રામ કહી અભિવાદન કર્યું હતું. કાર્યક્રમ બાદ મુખ્યંમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક શીશ નમાવી પૂજા અર્ચન કરી જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદભાઈ મોરડીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ ધામેલીયા વગેરે મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here