લીલા શાકભાજીના ભાવો આસમાને: ગૃહિણીઓમાં દેકારો

લીલા શાકભાજીના ભાવો આસમાને: ગૃહિણીઓમાં દેકારો
લીલા શાકભાજીના ભાવો આસમાને: ગૃહિણીઓમાં દેકારો
સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણને પગલે લીલા શાકભાજીની આવકો ઘટતા રીંગણા સિવાયના તમામ લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચતા અને રસોડાનું બજેટ ખોરવાઇ જતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

વરસાદી વાતાવરણને કારણે લીલા શાકભાજીની આવકો ઘટતા ભાવોમાં ભારે ઉછાળો થયો છે. રીંગણા સિવાય તમામ લીલા શાકભાજી છુટક બજારમાં 80 થી 100 રૂપિયા વેચાય છે. રાજકોટ આસપાસના ગામોમાંથી વરસાદી વાતાવરણ છતા નવા લીલા શાકભાજીની આવકોની શરૂઆત થઇ છે. 1પ દિ પછી નવા શાકભાજીની આવકો વધતા લીલા શાકભાજીના ભાવો ઘટશે તેમ વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.

Read About Weather here

રાજકોટ યાર્ડમાં આજે હોલસેલમાં રીંગણા એક કિલોનો ભાવ રૂ.પ થી 10, કોબીજના રૂ.11 થી ર0, ફલાવરના રૂ.1પ થી ર0, ભીંડો રૂ.30 થી પ0, ગુવાર રૂ.4પ થી પ0, ચોળા રૂ.40 થી પ0, કારેલા રૂ.ર6 થી 3ર, ટમેટા રૂ.30 થી 3પ અને લીંબુ રૂ.પ થી 30ના ભાવે સોદા પડયા હતા. જો કે આ શાકભાજી છુટક બજારમાં પહોંચતા ડબલ ભાવ થઇ જાય છે. છુટક બજારમાં તમામ શાકભાજી રૂ.80 થી 100ના કિલોએ વેચાય છે. પખવાડીયા પછી નવા શાકભાજીની આવકો પુરજોશમાં શરૂ થયે ભાવો ઘટે તેવી શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here