ભારત ડિજિટલ બનતા ગરીબોને ભ્રષ્ટાચારથી રાહત મળી છે: મોદી

ભારત ડિજિટલ બનતા ગરીબોને ભ્રષ્ટાચારથી રાહત મળી છે: મોદી
ભારત ડિજિટલ બનતા ગરીબોને ભ્રષ્ટાચારથી રાહત મળી છે: મોદી

ગઈકાલે ગુજરાતની 4 કલાકની ટૂંકી યાત્રાએ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમને કારણે ગરીબોને ભ્રષ્ટાચારથી રાહત મળી છે. આવનારા સમયમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાન દેશમાં વધુને વધુ પાંગરતું રહેશે અને આમ આદમીના જીવન તથા રોજીંદી જીવન ક્રિયાને એકમેક સાથે સાંકળી લેશે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનનાં હસ્તે ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ 2022 નું લોન્ચિંગ થયું હતું. ઉદ્દઘાટન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતમાં લોકોને કોરોના વેક્સિન અપાયા બાદ તુરંત જ રસીકરણ સર્ટિફિકેટ કઈ રીતે આપી શકાયા એ હજુ વિશ્ર્વ વિચારી રહ્યું છે, વિશ્ર્વને નવાઈ લાગી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાને કહ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ આગળ વધતી રહેશે. દરેક ક્ષેત્રમાં આ કાર્યક્રમને કારણે વચેટિયાનું દુષણ નાબુદ થતું જશે અને ગરીબોને ભ્રષ્ટાચારથી રાહત મળતી જશે. આવનારા પાંચ વર્ષમાં 15 લાખ યુવાનોને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. યુવાનોને તકની જરૂર હોય છે. પ્રતિભા હોય પણ તક મળતી નથી. મારી સરકાર યુવાનોને તક પૂરી પાડી રહી છે. અન્ય દેશોનાં પ્રમાણમાં ગણતરી કરીએ તો ભારતમાં 40 ટકા લેવડ-દેવડ ડિજિટલ થઇ ગઈ છે. ડીજીટલ ટેકનોલોજીને કારણે 500 બાળકોનું એમના પરિવારો સાથે પુન: મિલન કરી શકાયું છે.

Read About Weather here

તેમણે કહ્યું હતું કે, યુવાનો હવે રેલવે પ્લેટફોર્મ પર ફ્રી વાઈફાઈની સગવડને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની આસાનીથી તૈયારી કરે છે. છેલ્લા 8 વર્ષમાં આ ટેકનોલોજીને કારણે અલગ- અલગ યોજનાનાં લાભાર્થીઓને રૂ.23 લાખ કરોડથી વધુ સહાયની ચુકવણી કરવામાં આવી છે. એટલે આ નાણાં ખોટા હાથોમાં જતા બચી ગયા છે. ભારત સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને ઉત્તેજન આપતા તમામ કાર્યક્રમો અમલમાં મૂકી રહ્યું છે. ભારત ચોથી ઔધોગિક ક્રાંતીનો માત્ર હિસ્સો બન્યો નથી પણ ક્રાંતીનું નેતૃત્વ કરતો દેશ બન્યો છે. આજે ગામડાનાં લોકોને પણ ઘરઆંગણે તમામ સેવાઓ ઓનલાઈન પ્રાપ્ત થઇ રહી છે. ડિજિટલ ઇન્ડિયાએ લોકોનું જીવન ઘણું સરળ અને આસાન બનાવ્યું છે. તેમને ટેકનોલોજીમાં નવી દિશા ચિંધનાર ગુજરાતની પ્રશંસા કરી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here