વોર્ડ નં.18 માં પ્રાથમિક સુવિધાનો અભાવ: લોકોમાં રોષ

વોર્ડ નં.18 માં પ્રાથમિક સુવિધાનો અભાવ: લોકોમાં રોષ
વોર્ડ નં.18 માં પ્રાથમિક સુવિધાનો અભાવ: લોકોમાં રોષ
રાજકોટના રસ્તાઓ પહાડી ટ્રેકો કરતાં પણ વધુ ખરાબ બન્યા છે. એક તો આવા તૂટેલા રસ્તા, તેના પર પાણીના ખાબોચિયાં અને તેની આસપાસ તથા શહેરની શેરી-ગલીઓમાં ચોમેર ગંદકી ! રાજકોટની હાલત કોઇ તાલુકા મથક કે ગ્રામ પંચાયત કરતાં પણ ખરાબ થઇ ગઇ છે.સતત વરસાદી માહોલ રહેતાં ઠેર ઠેર ગંદકીના થર જામી ગયા છે. વોર્ડમાં રહેતા લોકો નગરસેવકોને રોજ રજૂઆતો કરી રહ્યા છે ત્યારે આજે વોર્ડ નં.18ના સ્થાનિકોમાં વિરોધનો શુર ઉઠ્યો હતો. અને પ્રાથમિક સુવિધાનો અભાવ તેમજ રસ્તાઓની સમસ્યાઓને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ગોંડલ રોડથી સાંઇબાબા સર્કલ સુધીના રોડ બિસ્માર હાલતમાં છેલ્લા ઘણા સમયથી છે છતા તંત્ર દ્વારા કોઇ કામ ન હાથ ધરાતું હોવાના આક્રોશ સાથે વાહનો રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા ટ્રાફીક ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે રોડ પર ખાડાઓ મોટા પ્રમાણમાં પડી ગયા છે. તંત્રની િ5્ર-મોન્સુન કામગીરીમાં પોલમપોલ જોવા મળે છે.

Read About Weather here

આ બિસ્માર હાલતમાં ખાડે ગયેલા રસ્તાઓ તંત્ર તાત્કાલીક રીપેર કરે તેવી માંગ પણ કરાઇ હતી. અગાઉ પણ રાજકોટ શહેરમાં પડેલા ખાડાઓ મામલે રાજકારણ પણ ગરમાયું હતું. રાજકોટ શહેરમાં પડેલા ખાડા મામલે મનપાનાં વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામા આવી હોવાનુ જાણવા મળ્યું છે. શહેર કોંગ્રેસ અશોક ડાંગર સહિત કાર્યકરોએ પાવડા-તગારા ઉપાડી ખાડા પૂર્યા હતા. ફરી એ દિવસ આવે તો પણ નવાઇ નહીં. પ્રજાને ગેરમાર્ગ દોરતા શાસકો શહેરની પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ સાબિત થયા હોવાનો વસવસો લોકો કરી રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here