સૌરાષ્ટ્રમાં વેપાર-ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે એકશન પ્લાન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળની પ્રવૃત્તિઓને વધુ પરિણામલક્ષી, વેગવાન અને વ્યાપક બનાવવાના હેતુથી એકશન પ્લાન બનાવી એક એકાવન વ્યક્તિઓની એક એક્ઝિયુટિવ કમિટી બનાવવામાં આવી રહી છે. આ કમિટીમાં વેપાર, ઉદ્યોગ, સેવા, અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના લોકોનો સમાવેશ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ અને ખેતીના વિકાસને લગતા અનેક મુદ્દાઓની અભ્યાસપૂર્ણ રજૂઆતો કરવામાં આવશે અને તે માટેના સેમિનાર પણ યોજવામાં આવશે. જેમાં એક્ઝિબિશન સેન્ટર નારિયેળીના વિકાસ માટેની યોજના, આઇટી પાર્ક, ક્ધટેઇનર ડેપો, લઘુ ઉદ્યોગો માટે વસાહતો, સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજના, ઇલેક્ટ્રોનિક પાર્ક, ઓટો પ્રોડક્ટ માટે મોટા પ્રોજેકટ્સ, હાઈકોર્ટ બેન્ચ, રાજકોટમાં ઈન્ડેક્સબીની ઓફિસ, માઇનિંગ ઉદ્યોગના પ્રશ્ર્નો, ટેક્સટાઇલ-ગારમેન્ટ પાર્ક સહિતના અનેક મુદ્દાઓની ચર્ચાઓ કરી અસરકારક રજૂઆતો કરવામાં આવશે. સૌરાષ્ટ્ર કચ્છ વિકાસ સંભાવનાઓ ઉપર એક વિશાલ સંમેલન પણ બોલાવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

એસ.વી.યુ.એમ.ના પેટ્રોન્સ અથવા એક્ઝિબિટર્સના સીઈઓ / ડાયરેક્ટર કે અન્ય ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિ કમિટીમાં જોડાવા માટે પાત્ર રહેશે. સંસ્થા દ્વારા ઇચ્છુક લોકોને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે. કમિટીના સભ્યનું કાર્ય સંસ્થાની પ્રવૃત્તિમાં તન-મન-ધનથી સહયોગ આપી સક્રિય ભૂમિકા ભજવવાનું રહેશે.સંસ્થાની પ્રવૃતિઓથી વેપાર ઉદ્યોગ જગત અને સમાજને માહિતગાર કરવા એક ન્યુઝ લેટર એસ.વી.યુ.એમ.2001 થી 2021 પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં 2001 થી 2021 સુધીમાં એસ.વી.યુ.એમ દ્વારા સૌરાષ્ટ્ર વેપાર અને ઉદ્યોગો જગતના વિકાસ માટે કરેલા પ્રયાસોની વિગતોનો સમાવેશ કરવામાં આવશે.

સંસ્થા દ્વારા જે આંતર રાષ્ટ્રીય વેપાર મેળો છેડલા આઠ વર્ષથી યોજવામાં આવે છે તેની નવમી આવૃત્તિ તા.16/17/18 ડિસેમ્બર 2022 ના રોજ યોજાશે. આ શો માં 200 કંપનીઓના સ્ટોલ અને 200 થી 500 વિદેશી ડેલિગેટ્સને લાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે.રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી, જામનગર, જેતપુર, સુરેન્દ્રનગર, ગાંધીધામ, ભાવનગર, જસદણ, આટકોટ, બાબરા, વાંકાનેર, થાનગઢ, સહિતની લગભગ 300 જેટલી ફેક્ટરીઓની મુલાકાત કરી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના 100 જેટલા વેપારી સંગઠનોને સહયોગી સંગઠન તરીકે જોડાવા પત્ર લખ્યો છે.

વેપાર મેળામાં આયુર્વેદ અને પ્રાકૃતિક સારવાર એગ્રિકલચર, એગ્રો અને ફૂડ પ્રોડકટ્સ તથા મશીનરી ગાર્મેન્ટસ અને ટેક્સટાઇલ્સ, હેલ્થ કેર અને બ્યુટી કેર, સીરામીક અને સેનેટરીવેર, ઓટો પાર્ટસ અને એન્જીનીયરીંગ, ફાર્મિંગ અને એગ્રિકલચર ઇકવીપમેન્ટ્સ, વોટર અને ઇરીગેશન સિસ્ટમ, મેડિકલ ટુરિઝમ, બિલ્ડીંગ મટીરીયલ અને હાર્ડવેર, બાથ ફીટીંગ્સ અને સેનેટરી ફીટીંગ્સ, સોલાર અને રિન્યુએબલ એનેર્જી, માઇનિંગ એન્ડ બોરિંગ, ઇમિટેશન જ્વેલરી, હાઉસ હોલ્ડ અને કિચનવેર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, એજ્યુકેશન સહિતના સૌરાષ્ટ્ર કચ્છના લગભગ તમામ ઉદ્યોગોને લાભ મળી શકે છે.

Read About Weather here

આ ટ્રેડ શો દરમ્યાન 10 એવોર્ડ્સ ફોર એક્સેસલેન્સ આપવામાં આવશે, એક જોબ ફેરનું આયોજન પણ કરવામાં આવશે. વેપાર ઉદ્યોગને લગતા સેમિનાર પણ વિવિધ તબક્કે યોજવામાં આવશે.એસ.વી.યુ.એમ.સૌરાષ્ટ્ર કચ્છની એક માત્ર એવી સંસ્થા છે. જે અભ્યાસપૂર્ણ રજૂઆતો અને કાર્યો કરે છે, ભવિષ્યની ચિંતા સાથે આયોજન પણ વિચારે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ અને સફળતા પ્રાપ્ત કરી છે. તેમ સ્થાપક ટ્રસ્ટીઓ પરાગ તેજૂરા, પદુભાઇ રાયચુરા (પોરબંદર) સુરેશ તન્ના (જામનગર) ભુપતભાઇ છાટબાર માર (રાજકોટ) મહેશ નગદિયા (અમરેલી) ધર્મેન્દ્ર સંઘવી (સુરેન્દ્રનગર) તથા પ્રભુદાસભાઈ તન્ના (રાજકોટ) એ જણાવ્યું છે. તેમની આગેવાની હેઠળની કમિટી સક્રિય ભૂમિકા ભજવી રહી છે. આ કમિટીમાં કેતન વેકરીયા, ઈલિયાસ શેખ, ભાવેશ ઠાકર, મયુર ખોખર, દેવેન પડિયા, દિનેશભાઇ વસાણી, નિશ્ર્ચલ સંઘવી તીર્થ મકાતી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here