જો વાહનોની ઝડપ પર નિયંત્રણ મુકાય તો દર વર્ષે 20 હજાર લોકોના જીવ બચી શકે

જો વાહનોની ઝડપ પર નિયંત્રણ મુકાય તો દર વર્ષે 20 હજાર લોકોના જીવ બચી શકે
જો વાહનોની ઝડપ પર નિયંત્રણ મુકાય તો દર વર્ષે 20 હજાર લોકોના જીવ બચી શકે
વિશ્વમાં માર્ગ અકસ્માતોને કારણે વર્ષે દહાડે 1, 31, 714 માનવીનાં મોત થતા હોવાનું નોંધાય છે. એ પૈકીના 91239 મોત અથવા 69.3 ટકા મોત વાહનની ઝડપને કારણે થતા હોય છે. તેવું એક અહેવાલમાં બહાર આવ્યું છે. લાન્સેટનો નવો અભ્યાસ અહેવાલ જણાવે છે કે, જો ભારતમાં માત્ર વાહનોની ઝડપ નિયંત્રિત કરવામાં આવે તો દરવર્ષે 20554 માનવ જિંદગીઓ બચાવી શકાય તેમ છે. વિશ્ર્વભરમાં દરવર્ષે સાડા 13 લાખ જેટલા જીવલેણ માર્ગ અકસ્માતો થાય છે. વાહનોની બેકાબુ ઝડપ, નશાની હાલતમાં ડ્રાઈવિંગ તેમજ ક્રેશ હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ વગર ડ્રાઈવિંગને કારણે અકસ્માતો થાય છે. જો આ નિયમોનું પાલન થાય તો 25 થી 40 ટકા અકસ્માતો અટકાવી શકાય.

Visit Saurashtra Kranti Homepage here

ભારત સહિત 185 દેશોમાં લાન્સેટ દ્વારા ખાસ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. અભ્યાસમાં માલુમ પડ્યું છે કે, વાહનોની ઝડપ પર કાબુ મુકવાથી 20 હજાર 554 માનવ જીવન બચાવી શકાય તેમ છે. ક્રેશ હેલ્મેટનાં ઉપયોગને ઉત્તેજન આપવાથી 5683 માનવ જિંદગી બચાવી શકાય. એ જ રીતે સીટબેલ્ટ બાંધવાની ફરજ પાડવાથી બીજા 3204 લોકોની જિંદગી બચાવી શકાય. ભારતમાં નશાની હાલતમાં ડ્રાઈવિંગ અંગેના આંકડા મળતા નથી. કેમકે અકસ્માતોના કિસ્સામાં જાનહાની કે ઈજાની નોંધણી વખતે નશા અંગે કોઈ ઉલ્લેખ થતો નથી એટલે ચોક્કસ આંકડા મળતા નથી.

2017 ની સાલમાં ભારતમાં માર્ગ અકસ્માતોથી 218876 જેટલા મોત થયાનું નોંધાયું છે. જયારે સરકારી આંકડો 147913 મોત થયાનું નોંધાયું છે. આ આંકડા કેન્દ્રનાં માર્ગ પરિવહન અને હાઈ-વે મંત્રાલયનાં છે. મંત્રાલયનો અહેવાલ દર્શાવે છે કે, કુલ માર્ગ અકસ્માતોમાં થયેલી જાનહાની પૈકી વાહનની ઝડપને કારણે 69 ટકા લોકોનાં મોત થયાનું નોંધાયું છે. લાન્સેટનો અહેવાલ જણાવે છે કે, માર્ગ સુરક્ષા માટે અને જાનહાની રોકવા માટે વાહનોની ઝડપ નિયંત્રણ જરૂરી છે. તે માટે આધુનિક નિયંત્રણનો ઉપયોગ થવો જોઈએ.

Read About Weather here

ઈલેક્ટ્રોનિક સ્પીડ કંટ્રોલ ગનથી હાઈ-વે પર વાહનોની ઝડપ પર નજર રાખી નિયંત્રિત કરી શકાય. એ રીતે વાહન ચાલકોએ નશો કર્યો છે કે નહીં. તેનું પણ સઘન ચેકિંગ થવું જોઈએ. બાઈક ચાલકો માટે હેલ્મેટ અને કાર ચાલકો તથા સાથે બેસનારા માટે સીટબેલ્ટ બાંધવાના નિયમનું કડક પાલન થવું જોઈએ. કેન્દ્રનાં માર્ગ પરિવહન અને હાઈ-વે મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સુરક્ષા એક્શનની મહત્વકાક્ષી યોજના થકી અકસ્માતો અને જાનહાનીની ટકાવારીમાં 2024 સુધીમાં 50 ટકા ઘટાડો કરવાની આશા રાખી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here