કાજોલને ક્લાસ ઑફ 2022નું આમંત્રણ મળ્યું…!

કાજોલને ક્લાસ ઑફ 2022નું આમંત્રણ મળ્યું…!
કાજોલને ક્લાસ ઑફ 2022નું આમંત્રણ મળ્યું…!
ધ એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ એટલે કે ઓસ્કરે ક્લાસ ઓફ 2022નું ગેસ્ટ લિસ્ટ જાહેર કર્યું છે. આ વખતે ભારત તરફથી કાજોલ તથા રાઇટર રીમા કાગતીને આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્લાસ ઑફ 2022નું આમંત્રણ મેળવનાર કાજોલ બોલિવૂડની પહેલી એક્ટ્રેસ છે. આ પહેલાં એ આર રહમાન, સલમાન ખાન, આમિર ખાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.ઓસ્કરની ગેસ્ટ ઑફ ક્લાસ લિસ્ટમાં સામેલ મેમ્બરને અવોર્ડ્સ માટે વોટ નાખવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

ઓસ્કરે ક્લાસ ઑફ 2022માં 71 નોમિની તથા 15 વિનર સામેલ છે, જેમાં 44% મહિલાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. 37% મહિલાઓ અન્ડર રિપ્રેઝેન્ટેડ કમ્યુનિટી સાથે જોડાયેલી છે. આ વર્ષે 297 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કાજોલ સહિતના સેલેબ્સ આ આમંત્રણ સ્વીકારે છે તો તેમને વોટ આપવાની તક મળશે.કાજોલ તથા રીમા કાગતી ઉપરાંત સાઉથ સ્ટાર સૂર્યાને પણ ઇન્વાઇટ મોકલવામાં આવ્યું છે.

Read About Weather here

સૂર્યા ‘સોરારઇ પોટ્ટુ’ તથા ‘જય ભીમ’થી ઓળખ મળી છે. ફિલ્મમેકર સુષ્મિતા ઘોષ છે. 94મા ઓસ્કરમાં સુષ્મિતા ઘોષ-રિંટુ થોમસની ડોક્યુમેન્ટ્રી ‘રાઇટિંગ વિધ ફાયર’ને બેસ્ટ ફીચર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. મૂળ ગુજરાતી એવા નલિન કુમાર પંડ્યા એટલે કે પેન નલિનને પણ ઇન્વાઇટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્ડો-અમેરિકન પ્રોડ્યૂસર આદિત્ય સૂદને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. PR માર્કેટિંગ પ્રોફેશનલ સોહિની સેનગુપ્તા પણ આ લિસ્ટમાં સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here