કોઠારિયા વિસ્તારમાં પથ્થરની ખાણ બ્લાસ્ટિંગથી સ્થાનિકોને ભારે નુકશાન

કોઠારિયા વિસ્તારમાં પથ્થરની ખાણ બ્લાસ્ટિંગથી સ્થાનિકોને ભારે નુકશાન
કોઠારિયા વિસ્તારમાં પથ્થરની ખાણ બ્લાસ્ટિંગથી સ્થાનિકોને ભારે નુકશાન
મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ મંગળવારે કોઠારિયા વિસ્તારમાં બ્લાસ્ટિંગ થતા સ્થાનિકોને ભારે નુકશાની થયેલ છે તે બાબતે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે જેમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા વોર્ડ નં.18માં કોઠારીયા વિસ્તારમાં વેલનાથ પાર્ક આવેલ છે જે સંપૂર્ણ રહેણાંક વિસ્તાર હોય જે સ્થળથી માત્ર 150 મિટર નજીકમાં પથ્થરની ખાણ (ભરડીયા) કોંક્રીટ પ્લાન્ટ બનાવવાના કામે તા.27/06/2022ના રોજ બપોરે 2:30 કલાકે અચાનક જમીનમાં બ્લાસ્ટિંગ કરી પથ્થર તોડવાની કામગીરી ચાલુ કરી દેતા સ્થાનિકો ભયભીત થઇ અત્યંત હેરાનગતિ અનુભવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જે પથ્થર તોડવા માટે બ્લાસ્ટિંગનો વિસ્ફોટ થતાં આજુબાજુમાં રહેતા લોકોના મકાનમાં બ્લાસ્ટિંગના પથ્થરો આવતા દિવાલો, છતના પતરા તૂટ્યા છે તેમજ અમુક લોકો ઈજાગ્રસ્ત થયા છે વધુમાં આ ઉડીને આવેલા મસમોટા પથ્થરો ઘરમાં આવ્યા છે અને વિસ્ફોટ થવાના લીધે દિવાલો હચમચી ગયેલ છે તેમજ ઘણા મકાનોની દિવાલોમાં મોટી તિરાડો પડેલ હોય જેથી સ્થાનિકોને ભારે નુકશાની થયેલ છે તેમજ ભારે જાનહાનિ થતી બચી છે.

આ સ્થળે બ્લાસ્ટિંગની પરવાનગી કોણે આપેલ છે? આ સ્ટોન ક્રશર ચાલુ કરવામાં આવેલ છે તેની મંજુરી કોણે આપેલ છે? તેમજ રહેણાંક વિસ્તારમાં ખનન પ્રવૃત્તિની પરવાનગી આપી શકાય ખરી ? આ નુકશાન થયેલ છે તેની જવાબદારી કોની ? સ્થાનિકોને નુકશાન થયેલ છે તે ભરપાઈ કોના દ્વારા કરવામાં આવશે ? જેનો પ્રત્યુતર પાઠવવા.

Read About Weather here
આ મુદ્દે સ્થાનિકોને નુકશાની થયેલ છે જેનો સત્વરે સર્વે કરાવી વળતર આપવામાં આવે તેમજ હાલ આ ખનન કામગીરી શરૂ હોય તો તેને લોકહીતમાં બંધ કરાવવામાં આવે તેવી માંગ છે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here