બગદાણામાં સાંબેલાધાર 6 ઇંચ વરસાદ

બગદાણામાં સાંબેલાધાર 6 ઇંચ વરસાદ
બગદાણામાં સાંબેલાધાર 6 ઇંચ વરસાદ
સિઝનના પહેલા જ ધોધમાર વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. ભાવનગર શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મંગળવારે મહુવા તાલુકાના પ્રસિદ્ધ તીર્થધામ બગદાણા ખાતે ગાજવીજ સાથે સાંબેલાધારે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી જતા બગદાણા પાણીથી તરબતર થઇ ગયું હતુ. જ્યારે બગડ નદીમાં આ પહેલા ધોધમાર વરસાદે ઘોડાપૂર આવ્યું હતુ. જેથી બગડના નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાયા.

Visit Saurashtra Kranti Homepage here

બગડના પાણી ફરી વળતા મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આ‌વ્યો છે.મંગળવારે બપોરથી વીજળીના કડાકા-ભડાકા સાથે સાંબલાધારે વરસાદ મન મૂકીને વરસવો આરંભાયો હતો અને અનરાધાર 6 ઇંચ વરસાદ વરસી ગયો હતો. પવનના સૂસવાટા અને ગાજવીજ સાથેના આ વરસાદને લીધે બગદાણામાં વહેતી બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. બગદાણામાં ચોતરફ પાણી વહેતા થઇ ગયા હતા. રસ્તાઓ અને શેરીઓમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા.

બગદાણા ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરમદીયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ(રતનપર), ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો.ભારે વરસાદના કારણે બગડ ડેમ 100 % ભરાઈ ગયા બાદ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા 0.15 મિમી ઓવરફલો થયો હતો. જળાશયમાંથી વહેતો પૂરનો પ્રવાહ 4764 ક્યુસેક રાત્રે 10.15 કલાકે હતો.

જેથી નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. આમ જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી એક એવો બગડ ડેમ આ ચોમાસાના પ્રથમ તબક્કાના વરસાદમાં ઓવરફ્લો થયો છે.મંગળવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં જે જળાશયોના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થયો છે જેમાં બગડ ડેમ જળસ્ત્રાવ વિસ્તારમાં 170 મિમી. અને રંઘોળા ડેમના જળસ્ત્રાવ વિસ્તારમાં 30 મી.મી. વરસાદ નોંધાયો હતો.બગડ ડેમ ઓવરફલો થતા મહુવાના મોટી જાગધાર, નાની જાગધાર, લીલવણ તેમજ તળાજાના ખારડી, પાદરગઢ, બોરડી, દાઠા અને વાલર ગામને અસર થવાની શકયતા હોય પાણીના પ્રવાહમાં અવર જવર નહીં કરવા તાકીદ કરાઈ છે.

ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક વરસાદના લીધે બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. બગદાણા, બોરડા અને જાગધારમાં વરસેલા ધોધમાર વરસાદના લીધે બગડ નદી ગાંડીતુર બનીને વહેવા લાગી હતી. પાણીના મસમોટા પ્રવાહના લીધે નદી-નાળા છલકાયા હતા.

Read About Weather here

બગડમાં પૂર આવતા ગામના પાદર અને ચારેબાજુ પાણી ફરી વળ્યું છે. જેના લીધે ખેતી – પાક અને માલઢોરના ઘાસચારાને મસમોટું નુકશાન થવા પામ્યું છે. આ સાથે મહુવા બગદાણા રોડ ઉપર પાણી ફરી વળતા મહુવા બગદાણા રોડ બંધ કરાયો હતો.તળાજા તાલુકાના વાલર અને દાઠા ગામમાં બેટ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. વાલરમાં આજે એકપણ છાંટ વરસાદ વરસ્યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here