ચક્રવાતે લોકોના શ્વાસ અધ્ધર કર્યા…!

 ચક્રવાતે લોકોના શ્વાસ અધ્ધર કર્યા...!
 ચક્રવાતે લોકોના શ્વાસ અધ્ધર કર્યા...!
લખતર બાદ પાટડી પંથકમાં પણ આકાશી તોફાને લોકોના શ્વાસ અધ્ધર કર્યા હતા. જ્યારે પવનના સૂસવાટા અને આ આકાશી ચક્રવાતે ઝાલાવાડ પંથક અને હળવદ પથંકને ઘમરોળ્યું હતુ અને ભારે વિનાશ વેર્યો હતો. પાટડીના ગોરીયાવડમાં આકાશી ચક્રવાતના બવંડરનો લાઇવ વીડિયો કેમેરામાં કેદ થયો છે. જ્યારે હળવદમાં ભારે પવનને કારણે તબેલાનો શેડ પડતા પાંચ ભેંસો દટાઈ હોવાની ગોઝારી ઘટના બની હતી. જ્યારે વેરહાઉસના ગોડાઉનના પતરા ઊડ્યાં હતા.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર બાદ પાટડી પંથકમાં પણ આકાશી તોફાને લોકોના શ્વાસ અધ્ધર કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે હળવદમાં આજે મોડી સાંજે મીની વાવાઝોડા જેવો તેજ પવન ફૂંકાતા તબેલાનો શેડ પડી જતાં પાંચ ભેંસો દટાઈ હતી અને ગાયો ઉપર શેડ પડતા નાનીમોટી ઇજા થઇ હતી. જોકે, તબેલાના શેડ નીચે દટાયેલી પાંચેય ભેંસોને મહામહેનતે આસપાસના લોકોએ બચાવી લીધી હતી. આ ભારે પવનથી ઠેરઠેર પતર ઊડ્યા હતા.હળવદમાં મોડી સાંજે અસહ્ય બફારા અને ગરમીને કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદનું ઝાપટું પડ્યું હતું. જોકે, વરસાદ તો માત્ર થોડો જ પડ્યો હતો, પણ જોરદાર પવન ફૂંકાયો હતો.

મીની વાવઝોડા રૂપી આ તેજ પવનને આફત નોતરી હતી. જેમાં હળવદમાં આવેલ રાતકડી હનુમાનજી મંદિર પાસે આવેલા તબેલાનો આખો શેડ ઉડી ગયો હતો. જેથી આ શેડ હેઠળ પાંચેક ભેંસો દટાઈ ગઈ હતી.આ બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા અને મહામહેનતે ભેંસોને શેડ નીચેથી બહાર કાઢી લીધી હતી. તેમજ શેડ નીચે અમુક ગાયો પણ દટાઈ જતા ઇજા થઇ હતી. જ્યારે હળવદના કોયબા રોડ ઉપર આવેલા વેર હાઉસના ગોડાઉનના પતરા ઊડ્યા હતા. તો રાણેકપર રોડ ઉપર મકાનોના પતરા ઉડ્યા હોવાની માહિતી મળી છે.

તેમજ બેનરો, હોર્ડિંગને નુકસાન થયું છે. મહત્વનું છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ પણ ભયાવહ ચક્રવાત જોવા મળ્યું હતું. જેને લઈ લોકોમાં કુતૂહલની સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના લખતર પંથકમાં આકાશી ચક્રવાત ત્રાટક્યું હતું. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ ભયાવહ ચક્રવાતના કારણે 18 જેટલા વીજપોલ ધરાશાઈ થયા હતા. જેથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો.

Read About Weather here

અમદાવાદ માળીયા ટોલ વે લિમિટેડ સોલડી ટોલ પ્લાઝા ખાતે આવેલા ભયાવહ વાવાઝોડાના કારણે ટોલ પ્લાઝામાં લગાવેલા કેનોપી અને રોડની સાઇડે લગાવેલા બોર્ડ્સ ને ભારે નુકશાન થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here