મહાપાલિકાના કર્મચારીઓના પ્રશ્ર્નો સાંભળવા લોકદરબાર યોજો

મહાપાલિકાના કર્મચારીઓના પ્રશ્ર્નો સાંભળવા લોકદરબાર યોજો
મહાપાલિકાના કર્મચારીઓના પ્રશ્ર્નો સાંભળવા લોકદરબાર યોજો
મ્યુનિ. કોર્પોરેશનમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓ પણ અનેક પ્રશ્ર્નો અને સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. જેમના અણઉકેલ પ્રશ્ર્નોનું ત્વરિત નિરાકરણ લાવવાની માંગણી સાથે ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળના મહામંત્રી રાહુલભાઈ પરમાર સહિતના હોદ્ેદારો દ્વારા મેયરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં નવા સૂત્રધારોના શાસનને સવા વર્ષ જેવો સમય પસાર થઈ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સવા વર્ષમાં પ્રજાહિતના અને વિકાસના અનેક કાર્ય જેવા કે આરોગ્યલક્ષી કાર્ય, સાંસ્કૃતિક કાર્ય, ગરીબ કલ્યાણ માટે સેવાસેતુ જેવા કામો કર્યા છે. તેથી વિશેષ ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટ મહાનગર પાલિકાના મોઘેરા મહેમાન બન્યા તે અભિનંદનને પાત્ર છે. દરેક કાર્યને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના દરેક વર્ગના કર્મચારીઓએ દિવસ રાત જોયા વગર પોતાની ફરજ સમજી તનતોડ મહેનત કરી દરેક પ્રજાલક્ષી કાર્યને સિધ્ધ કરવા સિંહફાળો આપેલ છે.

આ સવા વર્ષના શાસનમાં જોયું હશે. જાણ્યું હશે કે, કર્મચારીઓ અમુકને બાદ કરતા કેટલા ફરજનિષ્ટ હોય છે. જ્યારે જ્યાં કહ્યું ત્યાં હાજર રહીને પોતાને સોંપેલ કાર્યને પુરૂ કર્યું છે. આ સવા વર્ષના શાસનમાં મનપાના પદાધિકારીઓ દ્વારા કદીએ જાણવાની તસ્દી નથી લીધી કે તેમના કાર્યોને સફળ બનાવવા મહેનત કરતા આ કર્મચારીઓને કોઈ તકલીફ છે તેમને કઈ મુંઝવણ સતાવે છે તેમના પ્રશ્ર્નોનો ઉકેલ આવે છે કે નહીં તેમની માંગણીઓ શું છે.

Read About Weather here

કર્મચારી આવાસ માટેની ફાઈલ ચાલુ છે પરંતુ કોઈ નક્કર નિર્ણય કરવામાં નથી આવ્યો, આ બાબતે યોગ્ય નિર્ણય કરાવવા નમ્ર નિવેદન છે. આ સાથે એક નવો અભિગમ અમલમાં લાવો કે, દર બે મહીને કે ત્રણ મહીને રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે એક મિટિંગ રાખવી અથવા લોક દરબાર જેવું આયોજન કરી તેમના પ્રશ્ર્નો અને મુંઝવણ દૂર કરવા પ્રગતિશીલ કાર્ય કરાવવું જોઈએ. કર્મચારીઓની વેદના જાણીને તેમના પ્રત્યે સહાનુભૂતિ પૂર્વક વ્યવહાર કરી તેમને પડતી મુશ્કેલીઓ દૂર કરવા પ્રયત્ન કરાય તેવી આવેદનપત્રમાં અંતમાં અરજ કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here