વોર્ડનં.1,9,10માં છેલ્લા બે દિવસથી પાણી વિતરણના ધાંધિયા

વોર્ડનં.1,9,10માં છેલ્લા બે દિવસથી પાણી વિતરણના ધાંધિયા
વોર્ડનં.1,9,10માં છેલ્લા બે દિવસથી પાણી વિતરણના ધાંધિયા
રાજકોટમાં એક તરફ પાણીકાપ ન આવે તે માટે સૌની યોજનાથી આજી ડેમમાં પાણી ઠલવાતું હોય છે તો બીજી તરફ જળરાશિની ઉપલબ્ધતા સિવાયના કારણો આગળ ધરીને પાણીકાપ ઝીંકાતો હોય છે. પાણીકાપનો સિલસિલો જારી રાખીને રોજરોજ પાણી આપવાનું વચન ફરી ભંગ થાય તેવી શક્યતા છે. મનપા દ્વારા ઉનાળામાં પણ અનેક વખત પાણી કાપ ઝીંકાયા છે. પરંતુ પાણી કાપ ઝીંકતા શહેરીજનોને સુચના આપી દેવાઇ છે કે પાણીનો કાપ રહેશે પરંતું તાજેતરમાં વોર્ડનં.1,9 અને 10 રૈયા વિસ્તરમાં છેલ્લા બે દિવસથી પાણીના ધાંધીયા સર્જાતા રહેવાસીઓમાં દેકારી બોલી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા લગભગ ત્રણ વર્ષથી ખૂબ સારો વરસાદ થઇ રહ્યો છે. જળાશયો, નદી- તળાવો અને કુવા ઓવરફ્લો થતાં રહ્યા છે. છતાં ઉનાળો આવતા જ પ્રારંભમાં જ શહેરીજનો અને ગ્રામ્યજનોને જળસંકટનો સામનો કરવો પડે છે. આ એક સમસ્યા એવી છે જે શહેરીજનો માટે કોયડારૂપ બની ગઈ છે. શહેરમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે અને રાજકોટ મનપા વોટરવર્કસ શાખાએ એક દિવસ નહીં પુરા બે દિવસ માટે વોર્ડવાઈઝ પાણીકાપ ઝીંકી દીધો હોય તેવી સ્થિતિ સામે આવી છે. જેના કારણે હજારો પરિવારો હેરાન- પરેશાન થઇ ગયા છે.આ રીતે રાજકોટની જનતાએ બે-દિવસીય પાણીકાપ ન હોવા છતાં પણ તેનો સામનો કરવાનો આવ્યો છે.

Read About Weather here

પરિણામે ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો છે.કોઇ જાહેરાત વિના સતત બે દિવસથી પાણી ન મળતા મહિલોઓમાં રોષ પણ જોવા મળ્યો હતો. અને મહિલાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોઇ તંત્ર દ્વારા જાણ કર્યા વિના પાણી કાપ મુકવાનું કારણ શું સતત બે દિવસથી પાણી ન મળતા હાલત ખૂબ ખરાબ થઇ ગઇ છે. આ અંગે વોર્ડ એન્જિનિયર પાસે માહિતી લેતા તેમને જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી પાણી નર્મદાનીર અને ઇલેકટ્રોનિક પ્રશ્ર્ન હોવાને કારણે પાણી પુરતું મળ્યું નથી. જેના કારણે પાણી વિતરણમાં વિલંબ થઇ રહ્યો છે.આજે પણ પાણી ન આવવાને કારણે પાણી વિતરણ ઠપ્પ થયું છે અને સમસ્યાનું નિરાકરણ થતાની સાથે જ પાણીનો જથ્થો આપી દેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here