જવેલર્સના શોરૂમમાં બ્હેરા-મૂંગાએ સહાયના બહાને રૂ.6 લાખના દાગીનાની ચોરી

જવેલર્સના શોરૂમમાં બ્હેરા-મૂંગાએ સહાયના બહાને રૂ.6 લાખના દાગીનાની ચોરી
જવેલર્સના શોરૂમમાં બ્હેરા-મૂંગાએ સહાયના બહાને રૂ.6 લાખના દાગીનાની ચોરી
શહેરના ભૂપેન્દ્ર રોડ પર આવેલ શ્રૃંગાર જ્વેલર્સ નામની દૂકાનમાં મુંગા બહેરાનો સ્વાંગ રચીને આવેલો એક શખ્સ વેપારી અને સેલ્સમેનની નજર ચુકવી રૂા. 6 લાખના સોનાના દાગીના ભરેલું બોક્સ કાઉન્ટર પરથી પોતાના હાથમાં રહેલી નોટબૂક નીચે છુપાવીને ચોરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્લોટ સૌભાગ્ય એપાર્ટમેન્ટ બ્લોક નં. 301માં રહેતાં અને ભૂપેન્દ્ર રોડ પર શ્રૃંગાર જ્વેલર્સ નામે દૂકાન ધરાવતાં સોની વેપારી પ્રશાંતભાઇ ભાસ્કરભાઇ ચાપાનેરીયા (ઉ.41)ની ફરિયાદ પરથી અજાણ્યા બહેરા મુંગાનો સ્વાંગ રચીને આવેલા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રશાંતભાઇએ જણાવ્યું હતું કે 20/6ના બપોરે દોઢેક વાગ્યે મારા પિતા ભાસ્કરભાઇ તથા મારા સેલ્સમેન વજુભાઇ ધોળકીયા બંને દૂકાનમાં માલની ગોઠવણી કરી રહ્યા હતાં એ વખતે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેણે એક કાગળ બતાવ્યો હતો. એ કાગળમાં ‘આ વ્યક્તિ મુંગો બહેરો છે, તેને સહાય આપવા વિનંતી’ તેવું લખાણ લખેલું હતું. આ કાગળ તેણે અમારી દૂકાનના કાઉન્ટર પર મુકીને બતાવવાના બહાને આગળ કરી કાઉન્ટર પર પડેલા એક બોક્સમાંથી પેન્ડન્ટ સેટ નંગ 23 જેનું કુલ વજન 118 ગ્રામ હતું તે છ લાખના સોનાના દાગીના મારા પિતા તથા સેલ્સમેનની નજર ચુકવી ઉઠાવી લીધા હતાં.

Read About Weather here

એ શખ્સે પોતાની પાસે રહેલી એક નોટબૂક અને કાગળ બતાવવાના બહાને કાઉનટર પરના પેન્ડન્ટ સેટનું બોક્સ પોતાની નોટબૂક નીચે રાખી દીધું હતું અને ત્યાંથી નીકળી ગયો હતો. મારા પિતાજીને આ બનાવની જાણ સાંજે ચારેક વાગ્યે દાગીના ગણતી વખતે થઇ હતી. એ પછી અમે દૂકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં ંમુંગા બહેરાનો સ્વાંગ રચીને આવેલો શખ્સ નોટબૂક નીચે પેન્ડન્ટ સેટનું બોક્સ રાખીને ચોરી કરી જતો દેખાયો હતો. આ મામલે તપાસ કરી પોલીસને જાણ કરી હતી.એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં હેડકોન્સ. એલ. એ. જતાપરાએ ગુનો દાખલ કરાવતાં પીએસઆઇ એચ. એસ. નિમાવત, રાજેશભાઇ સોલંકી, જયુભા ઝાલા સહિતે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here