અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ, 200 થી વધુના મોત

અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ, 200 થી વધુના મોત
અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ, 200 થી વધુના મોત
બુધવારે વહેલી સવારે ભયાનક ભૂકંપના આંચકા લાગતા 200 થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે અને 250 થી વધુ લોકો ઘાયલ થયા છે. ખોસ્ત, પક્તિયા જેવા અનેક શહેરો કાટમાળમાં તબદીલ થઇ જતા તારાજી અને વિનાશના અકલ્પનિય દ્રશ્યોની વણઝાર સર્જાઈ છે. મૃત્યુ આંક હજુ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે. ભૂકંપની તિવ્રતા 6.1 ની હોવાનું નોંધાયું છે. જેના કારણે ચારેતરફ તબાહી મચી ગઈ છે. પાકિસ્તાનના પણ અનેક શહેરોમાં ભૂકંપના ઝટકા લગતા લોકોમાં ગભરાટ ફેલાયો છે અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા. નુકશાની અને જાનહાનીના અહેવાલ હજુ મળ્યા નથી.

Visit Saurashtra Kranti Homepage here

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ધરતીકંપથી ચારેતરફ દોડધામ મચી ગઈ હતી. સેંકડો મકાનો પતાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયા હતા. અમેરિકી જીયોલોજીકલ સર્વેના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખોસ્ત શહેરથી 44 કિમી દૂર પાકિસ્તાનની સરહદ પાસે હોવાનું નોંધાયું હતું. કેન્દ્રબિંદુ 51 કિમી ઊંડાઈમાં હતું. પરંતુ ભૂકંપની તિવ્રતા ખૂબ વધુ હોવાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ધરતી ધણધણી ઉઠી હતી. અફઘાન મીડિયામાં પ્રગટ થયેલી તસ્વીરોએ વિશ્વભરમાં અરેરાટી પ્રસરાવી દીધી છે. અનેક શહેરો અને ગામો કાટમાળ બની ગયા છે અને મોતનું તાંડવ સર્જાયું છે.

તાલીબાન સરકારનાં કુદરતી આપતિ મંત્રાલયનાં વડા મહોમ્મદ નસીમ હક્કાનીએ જણાવ્યું હતું કે, દેશના પક્તિયા પ્રાંતમાં સૌથી વધુ જાનહાની થઇ છે. ત્યાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે અને 250 થી વધુ ઘાયલ થયા છે. ખોસ્ત પ્રાંતમાં 25 માનવીનાં મોત થયા છે. જયારે નંગરહાર પ્રાંતમાં પાંચનાં મોત થયાનું અત્યારે નોંધાયું છે. રાહત અને બચાવની કામગીરી યુધ્ધનાં ધોરણે ચાલી રહી છે. કાટમાળ હેઠળ દબાયેલા લોકોનો બહાર કાઢવાના પ્રયાસ થઇ રહ્યા છે. મૃત્યુ આંક હજુ વધે તેવી ભીતિ છે.

Read About Weather here

કિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદ, પેશાવર, રાવલપીંડી, મુલ્તાન, ફૈઝલાબાદ, એબ્ટાબાદ, સ્વાત, મલકાંડી અને ગુનેર વગેરે વિસ્તારોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા લાગતા હજારો લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. અફઘાનિસ્તાનમાં મોટાભાગની જાનહાની પક્તિયા પ્રાંત અને ખોસ્ત પ્રાંતમાં થઇ છે. હજારો મકાનો તૂટી પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. અફઘાનિસ્તાનમાં અવારનવાર ભૂકંપની આફત સર્જાતી રહે છે. આ વખતે બહુ વિનાશક ધરતીકંપ આવ્યો છે. જેના કારણે જાનમાલની ભારે ખાનાખરાબી થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here