મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં નવો વળાંક: બાગીજૂથ સામે લાલઆંખ

મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં નવો વળાંક: બાગીજૂથ સામે લાલઆંખ
મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં નવો વળાંક: બાગીજૂથ સામે લાલઆંખ
મહારાષ્ટ્રના રાજકારણમાં આજે દિવસભર જબરદસ્ત રાજકીય ગતિવિધિઓ અને તમામ સંબંધિત પક્ષોનાં નેતાઓ તથા ધારાસભ્યોની બેઠકોના ધમધમાટ વચ્ચે સમગ્ર રાજકીય સંકટમાં બપોર બાદ એકાએક નવો વળાંક આવ્યો હતો. ઉધ્ધવ ઠાકરે કેબિનેટની બેઠક મળ્યા બાદ શિવસેનાનાં તમામ બાગી ધારાસભ્યોને મુંબઈ પહોંચી જવાનો આદેશ અપાયો છે. આજે સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ શિવસેનાનાં બળવાખોર સહિતનાં તમામ ધારાસભ્યોની ફરજીયાત બેઠક બોલાવી છે અને ચેતવણી આપવામાં આવી છે કે, જો ધારાસભ્યો આજની બેઠકમાં હાજરી નહીં આપે તો એમનું વિધાન સભ્યપદ રદ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ રીતે આખા મામલાએ જબરો વળાંક લઇ લીધો છે. ઉધ્ધવ ઠાકરે પણ આજે કોરોના ગ્રસ્ત થઈ જતા હોમ આઈસોલેટ થયા હતા. સવારે ગવર્નર ભગતસિંહ કોશિયારી પણ કોરોના ગ્રસ્ત થતા અન્ય રાજ્યનાં ગવર્નરને ચાર્જ સોંપાયો છે. આજે અચાનક કોંગ્રેસે મહારાષ્ટ્રનાં મામલાને સંભાળવા કમલનાથને મુંબઈ દોડાવ્યા છે. કમલનાથે આવતા વેત મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસનાં ધારાસભ્યોની પણ બેઠક યોજાઈ હતી. બાદમાં મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત થયાની જાહેરાત પણ કમલનાથે જ કરી હતી.
આજે દિવસભરનાં ઘટનાક્રમ પર નજર કરીએ તો ધારાસભ્ય નીતિન દેશમુખનું ઉધ્ધવ છાવણીમાં પુનરાગમન આજની સૂચક ઘટના હતી.

બાગી ધારાસભ્યો આજે સુરતથી આસામના પાટનગર ગુવાહાટી પહોંચી ગયા હતા. ગુવાહાટીમાં શિવસેનાના તમામ બાગી ધારાસભ્યોને લી મેરેડિયન હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે. આજે દિવસભર મહારાષ્ટ્રના મામલામાં શું થશે તેની રાજકીય વર્તુળો અને મીડિયામાં ચર્ચા ચાલુ રહી હતી તો બીજી તરફ રાજકીય પક્ષોની બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. બપોર પછી કોંગ્રેસના ધારાસભ્યો સાથે કમલનાથે બેઠક કરી હતી. બીજીતરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સાંજે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કમલનાથ, શરદ પવાર અને ઉધ્ધવ ઠાકરે વચ્ચે પણ બેઠક યોજાઈ હતી અને સંકટમાંથી કેમ બહાર આવવું એ વિશે ચર્ચા- વિચારણા થઇ હતી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે એવો દાવો કર્યો હતો કે, બંડખોર જૂથના એકનાથ શિંદે સાથે અમારી વાતચીત ચાલુ છે.

રાઉતે વિધાનસભા ભંગની શક્યતાનો પણ સંકેત આપ્યો હતો. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપની મદદ વગર આવો કોઈ બળવો શક્ય બને નહીં પણ શિવસૈનિકો વફાદાર છે. એટલે જરૂર પાછા ફરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે જે બેઠક બોલાવી તેમાં 8 ધારાસભ્યો હાજર રહ્યા ન હતા. જયારે ઉધ્ધવ ઠાકરેએ બોલાવેલી કેબિનેટ બેઠકમાં 8 મંત્રીઓએ હાજરી આપી ન હતી. આ બેઠકમાં કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ હાજરી આપીને સંબોધન કર્યું હતું અને બાગીજૂથ સામે એક્શન લેવાનો નિણર્ય લેવાયો હતો. આ બેઠકમાં સિનિયર મંત્રી અજીત પવાર, બાલાસાહેબ તોરાટ, અલસમ શેખ, જીતેન્દ્ર બાહ્વાડ જેવા મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે એવી આડકતરી ચેતવણી આપી હતી કે, એ બધાના સદ્દભાગ્ય છે કે, શિવસૈનિકોને હજુ ગુસ્સો આવ્યો નથી.

શિવસેનાના તમામ ધારાસભ્યોની ફરજીયાત બેઠક બોલવવાનો નિર્ણય કેબીનેટમાં લેવાયો હતો. શિવસેનાના તમામ ધારાસભ્યોને વોટ્સએપ અને ઈ-મેઈલ મારફત વ્હીપ જારી કરવામાં આવ્યો છે. સાથે-સાથે ચેતવણી આપવામાં આવી છે કે, આજે સાંજે પાંચ વાગ્યે મળનાર બેઠકમાં બાગી સહિતનાં તમામ ધારાસભ્યોએ ફરજીયાત હાજરી આપવાની છે. જે સભ્ય નહીં આવે તેને વિધાન સભ્યપદેથી હટાવી દેવાનો નિર્ણય લેવાશે. ઉધ્ધવ સરકારે આ રીતે નવો રાજકીય દાવ ખેલ્યો છે અને બાગીજૂથ સામે એક્શન મોડમાં આવીને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે, શિવસેનાના તમામ ધારાસભ્યો અને અપક્ષ ટેકેદાર સભ્યો મુંબઈ પાછા નહીં ફરે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે. આ રીતે મુંબઈના રાજકીય અફરાતફરીના માહોલમાં એકદમ નવો વળાંક આવ્યો છે.

અગાઉ રાજકીય સુત્રોને એવી ધારણા હતી કે, મુખ્યમંત્રી ઠાકરે રાજીનામું આપશે અથવા વિધાનસભા ભંગની ભલામણ કરશે. પરંતુ ઉધ્ધવ ઠાકરે જૂથે નવો રાજકીય દાવ રમવાનું નક્કી કર્યું છે. દરમ્યાન બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેના જૂથમાં પણ ભંગાણ પડ્યું છે અને એક ધારાસભ્ય નીતિન દેશમુખ ઉધ્ધવ ઠાકરેની છાવણીમાં આજે પાછા ફર્યા છે. આજે બાગીજૂથનાં ધારાસભ્યોને ભાજપ શાસિત આસામની રાજધાની ગુવાહાટી લઇ જવાયા છે તો બીજીતરફ શિંદે જૂથે એવો દાવો કર્યો છે કે, અમને અપક્ષ સહિત કુલ 42 ધારાસભ્યોનું સમર્થન છે. જો કે એક ધારાસભ્ય ખરી ગયા છે.

Read About Weather here

નીતિન દેશમુખ સુરતથી છટકીને આજે નાગપુર પહોંચી ગયા હતા અને એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે, મને મારી નાખવાનું ષડ્યંત્ર હતું. સુરત પોલીસ મને બળજબરીથી હોસ્પિટલ લઇ ગઈ હતી અને ધરાર ઇન્જેક્શન આપ્યા હતા. હું ઉધ્ધવ ઠાકરેનો સૈનિક જ છું અને એમની સાથે જ રહીશ. આ રીતે મહારાષ્ટ્રમાં દિવસભર અવનવા રાજકીય વળાંકો આવતા રહ્યા હતા. હવે આજે સાંજની બેઠકમાં કેટલા સભ્યો હાજરી આપે છે અને બાગી સભ્યો આવે છે કે નહીં એ જોવાનું રહેશે. તે પછી ઉધ્ધવ ઠાકરે જૂથ કોઈ મોટો રાજકીય ફેસલો કરે તેવી શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here