પેન્ડીંગ ઇ-મેમો ભરવામાં નહીં આવે તો કેસ દાખલ કરાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ સહિત રાજ્યભરના તમામ શહેરો અને જિલ્લામાં ગુનાખોરી અટકાવવા તેમજ ગુનાખોરી શોધવાના ભાગરૂપે આઇવે પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં આઈવે પ્રોજેક્ટ ની શરુઆત 22/09/2017ના રોજ કરવામાં આવી હતી. ત્યારે આઇવે પ્રોજેક્ટ રાજકોટ શહેર પોલીસ દ્વારા કરોડ રૂપિયાનો દંડ ઇ મેમો મારફત ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. રાજકોટમાં છેલ્લા ઘણા વેર્સોથી ઇ મેમો ઇશ્યુ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં અત્યાર સુધીમાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ કરોડો રૂપિયાથી વધારેના ઇ મેમો ફટકારવામાં આવી ચુક્યા છે. જો કે હવે રાજકોટ પોલીસ આક્રમક મોડમાં છે. વિવિધ વિસ્તારોમાં પીક અવર દરમિયાન ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. ટ્રાફીકનાં નિયમોનું પાલન નહી કરનારાઓને દંડવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા કાયદા અનુસાર હવે ઉંચો દંડ વસુલવામાં આવે છે, જેના કારણે અવાર નવાર નાગરિકો અને પોલીસ વચ્ચે ચકમક પણ ઝરતી રહે છે.

Read About Weather here

ત્યારે રાજકોટ પોલીસે નવો ફતવો બહાર પડયો છે. રાજકોટ ટ્રફિક પોલીસે જાહેર કર્યુ છે કે, આગામી તા.26એ રવિવારના રોજ જિલ્લા કાનુની સત્તામંડળનાં સહયોગથી ટ્રાફિક નિયમોના ભંગ અંગે રાજકોટ શહેર ખાતે સીસીટીવી કેમેરા મારફતે આપવામાં આવેલ ઇ ચલણ આપવામાં આવેલ છે. આ ઇ ચલણ ભરાતા ન હોય જેના અનુસંધાને ઇ પેન્ડિંગ અંગે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જે વાહન ચાલકોના ઇ-મેમો પેન્ડિંગ હોય તેઓએ તા.25ને શનિવાર સુધીમાં પેન્ડિંગ ઇ-મેમો ભરી દેવા. જો પેન્ડિંગ ઇ-મેમોની ભરપાઇ કરવામાં નહીં આવે તો લોક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવશે. તેમ જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here