વેસ્ટમાંથી બેસ્ટ સર્જન: મગફળી, સોયાબીન અને કપાસના ફોતરામાંથી બાયોકોલસાનું ઉત્પાદન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કહેવત છે કે, મન હોય તો માળવે જવાય, માણસ પંગુ હોય તો પણ શિખર ચડી શકે છે આવી જ કંઇક કરામત આપણા સૌરાષ્ટ્રનાં ભેજાબાજ સાહસિકો કરી રહ્યા છે અને કૃષિ કચરામાંથી સોનું પેદા કરવાની કાબેલીયતના દર્શન કરાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના ઐતિહાસિક જૂનાગઢ શહેર અને કેશોદમાં કૃષિ બાયો વેસ્ટમાંથી બાયોકોલસો બનાવનારા 70 થી વધુ ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે અને રચનાત્મક ઔદ્યોગિક ઉત્પાદનની દિશામાં નવા શિખર સર કરી રહ્યા છે. મગફળીના ફોતરા, સોયાબીનના ફોતરા, એરંડાની ભૂક્કી અને કપાસના ફોતરા જેવા કૃષિ કચરામાંથી બાયોકોલસાનું ધોમ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેના માટેનાં ખાસ પ્રેસ મશીન ગુજરાતની એન્જીનીયરીંગ રાજધાની રાજકોટમાં તૈયાર થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

જે ઉદ્યોગોમાં બોઈલરનો વપરાશ વધુ થયો હોય છે એવા ઉદ્યોગો માટે બાયોકોલસો આશિર્વાદરૂપ ઇંધણ તરીકે કામ લાગે છે.જૂનાગઢની ઓઈલ મિલો પાસેથી મગફળીના ફોતરા ખરીદીને તેમાંથી બાયોકોલસાનું ઉત્પાદન કરવામાં આવે છે. જૂનાગઢ અને જિલ્લામાં 500 જેટલી ઓઈલ મિલો કાર્યરત છે. જ્યાં મગફળી તેલનું મોટાપાયે ઉત્પાદન થતું હોય છે. આ પ્રોસેસિંગ યુનિટ પાસેથી મગફળીનો જથ્થો ખરીદવામાં આવે છે. જેનાથી ઔદ્યોગિક યુનિટો માખણ વગેરે પ્રોડક્ટ બનાવે છે. અન્ય એગ્રો-વેસ્ટ સીધું ખેડૂતો પાસેથી મેળવવામાં આવે છે. ખેડૂતો આવો કૃષિ કચરો વેચીને વિઘા દીઠ રૂ.1500 થી રૂ.2 હજાર જેટલી આવક કરે છે.

જૂનાગઢ અને કેશોદમાં કાર્યરત બાયોકોલસા યુનિટમાંથી કોલસો ખરીદીને જેતપુરનાં સાડી ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ, ફાર્મા યુનિટ, કાસ્ટિંગ ઉદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટોમાં ઇંધણ તરીકે તેનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં આવો યુનિટ ધરવતા જગદીશ બરવાડીયાએ જણાવ્યું હતું કે, આવા એક પ્રેસ મશીનથી દર કલાકે 1500 થી બે હજાર કિલો બાયોકોલસાનું ઉત્પાદન થઇ શકે છે. મગફળી, સોયાબીન, એરંડીયાનો ભુક્કો અને કપાસના ફોતરા તથા ભુક્કીમાંથી બાયોકોલસાનું ઉત્પાદન કરવામાં આવે છે.

જૂનાગઢનાં બીજા એક ઉત્પાદક ભાવેશ ભુવા કહે છે કે, મગફળીના ફોતરામાંથી ઉતમ કક્ષાનો બાયોકોલ બને છે. જેની કેલોરી વેલ્યુ ખાણના કોલસાથી થોડી જ ઓછી હોય છે છતાં ખાણના કોલસાથી ખૂબ વધુ સસ્તો પડે છે અને ખૂબ જ ઓછું પ્રદુષણ પણ ફેલાવે છે. અત્યારે ઉદ્યોગોને ખાસનો કોલસો મેળવવા માટે આંખે અંધારા આવી જતા હોય છે. અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કોલસાનો વધુ પડતો ઉપયોગ વિજ ઉત્પાદનમાં થતો હોવાથી વારંવાર અછત પણ સર્જાઈ છે. હવે તેનો શ્રેષ્ઠ વિકલ્પ બનીને બાયોકોલસો ઉભરી રહ્યો છે.

Read About Weather here

જેતપુર જીઆઈડીસી ધારેશ્વરનાં પ્રમુખ હરેશ ભુવાએ જણાવ્યું હતું કે, જેતપુરનાં સાડી ઉદ્યોગમાં હવે મોટાપાયે બાયોકોલસાનો જ ઉપયોગ થઇ રહ્યો છે. જેતપુરના ડાઈંગ ઉદ્યોગ માટે બાયોકોલસો આશિર્વાદરૂપ બન્યો છે. ખાણનાં કોલસા કરતા બાયોકોલ વધુ સસ્તો પડે છે અને પ્રદુષણ પણ ઓછું ફેલાવે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here