રાજકોટમાં પીજીવીસીએલની 48 ટીમના દરોડા, મોટી વીજચોરી પકડાવાની શક્યતા

રાજકોટમાં પીજીવીસીએલની 48 ટીમના દરોડા, મોટી વીજચોરી પકડાવાની શક્યતા
રાજકોટમાં પીજીવીસીએલની 48 ટીમના દરોડા, મોટી વીજચોરી પકડાવાની શક્યતા
રાજકોટ શહેરમાં એક સપ્તાહ બાદ ફરી પીજીવીસીએલે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. આજે વહેલી સવારથી પીજીવીસીએલની કોર્પોરેટ ટીમ દ્વારા સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળ આવતા આજી 1 અને આજી 2 સબ ડિવિઝન વિસ્તારોમાં અલગ અલગ 48 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોટી વીજચોરી ઝડપાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પાછલા સપ્તાહ દરમિયાન રાજકોટ ગ્રામ્ય અને તેના આગલા સપ્તાહ દરમિયાન શહેર વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં પણ દોઢ કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારો બાદ આજે ફરી શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાછલા સપ્તાહ દરમિયાન જસદણ, વિંછીયા, ગોંડલ, લોધિકા, પડધરી, કુવાડવા અને પારડી વિસ્તાર બાદ આજે રાજકોટ શહેરમાં આજી 1 અને 2 સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 48 ટીમો દ્વારા ભગવતીપરા, જય પ્રકાશ નગર, ચુનારાવાડ, દૂધસાગર રોડ અને ગંજીવાડ વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Read About Weather here

જેમાં 11 કેવીના 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે. પાછલા સપ્તાહ દરમિયાન રાજકોટ ગ્રામ્ય અને તેના આગલા સપ્તાહ દરમિયાન શહેર વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પણ દોઢ કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ દરમિયાન 14 જૂનનાં રોજ રાજકોટ ગ્રામ્ય વર્તુળના જસદણ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં આટકોટ અને વિંછીયામાં કુલ 30 ટીમો દ્વારા 668 કનેક્શન ચેક કરી 95 કનેક્શનમાં 21.50 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે 15 જૂનના રોજ ગોંડલ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેમાં 41 ટીમો દ્વારા 797 કનેક્શન ચેક કરી 84 કનેક્શનમાં 44.15 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here