રાત્રે 1:30 વાગ્યે રસ્તા પર ફરવા નિકળવું એ ગુન્હો નથી: મુંબઇ કોર્ટ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મુંબઇ પોલીસે મોડી રાત્રે શહેરના માર્ગો પર નિકળેલા એક યુવાનને પકડીને પુરી દીધા બાદ મુંબઇની અદાલતે આ યુવાનને છોડી મુકવાનો આદેશ આપ્યો છે અને મુંબઇ પોલીસને ખખડાવી નાખી છે. મુંબઇ પોલીસે શંકાસ્પદ ગણીને કસ્ટડીમાં લઇ લીધેલા 29 વર્ષના યુવાનને છોડી મુકી અદાલતે સ્પષ્ટ કરાવ્યું હતું કે, રાત્રીના 1:30 વાગ્યે રસ્તા પર નિકળવાથી કોઇ ગુન્હો બનતો નથી. જો નાઇટ કફર્યુ અમલમાં ન હોય તો મોડી રાત્રે બહાર નિકળવું એ કોઇ ગુન્હો નથી. વળી મુંબઇ જેવા મહાનગરમાં રાતના 1:30 વાગ્યા હોય એટલે કે બહુ મોડુ કહેવાય નહીં.

Visit Saurashtra Kranti Homepage here

અદાલતે યુવાનને છોડી મુકતા ટકોર કરી હતી કે, કોઇ વ્યકિત મઘરાત્રે રસ્તાની બાજુએ ઉભી હોય અથવા જતી હોય તો એ ગુન્હા કરવાના ઇરાદે નીકળી છે એવું માની લઇ શકાય નહીં. મુંબઇમાં અત્યારે કોઇ નાઇટ કફર્યુ અમલમાં નથી. એટલે રસ્તા પર ઉભા રહેવું એ ગુન્હો નથી.

Read About Weather here

મુંબઇ પોલીસે ગત તા.13 જૂને કેટબરી જંકશન પાસેથી યુપીના એક યુવાન સુમીત કશ્યપની શંકાસ્પદ હિલચાલના આરોપ સર ધરપકડ કરી હતી. પોલીસફરીયાદમાં એવો દાવો કર્યો હતો કે, સુમીત કશ્યપે રૂમાલથી મોઢુ ઢાંકી દીધુ હતું અને રસ્તા પર શું કામ બેઠો છે? એ પ્રશ્ર્નનો સંતોષ કારક જવાબ આપ્યો ન હતો. આ અંગે અદાલતે એવું ઠરાવ્યું હતું કે, અત્યારે કોવિડનો કાળ છે. એટલે કે લોકો સુરક્ષા ખાતર રૂમાલથી કે અન્ય રીતે મોઢુ છુપાવતા હોય છે. અત્યારે માસ્ક ફરજીયાત ન હોવાથી કોઇની પાસે માસ્ક ન હોય તો રૂમાલથી મોઢુ ઢાંકી દે છે. એટલે આ યુવાન કોઇ ગુન્હો કરવાના ઇરાદે મોઢુ છુપાવતો હતો એવી પોલીસની દલીલ ગળે ઉતરતી નથી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here