ગુજરાતમાં માસાંતે મેઘરાજાની સટ્ટાસટી: હરખભરી આગાહી

ગુજરાતમાં માસાંતે મેઘરાજાની સટ્ટાસટી: હરખભરી આગાહી
ગુજરાતમાં માસાંતે મેઘરાજાની સટ્ટાસટી: હરખભરી આગાહી
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જૂન મહિનાનાં અંત સુધીમાં ચોમાસું જોરદાર જમાવટ કરે તેવી હવામાન ખાતાએ હરખભરી આગાહી કરી છે. ચોમાસું ધીમે- ધીમે આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારો અને ગુજરાતમાં કેટલાક શહેરોમાં રવિવારે અને સોમવારે પણ વરસાદ થયાનાં અને 1 થી 4 ઇંચ પાણી પડ્યાનાં અહેવાલો મળ્યા છે પણ આગામી 4 દિવસમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં સંખ્યાબંધ જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ થવાની આગાહી થઇ છે. ગુજરાતની જેમ મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં અતિભારે વરસાદ થવાની આગાહી થઇ છે. ધમધોકાર વરસાદની શક્યતાને પગલે મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન ખાતાએ ગુજરાતમાં જોરદાર મેઘસવારી આવી પહોંચવાની શક્યતા દર્શાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ ઉદ્દભવી છે. અરબી સમુદ્ર પર સાઈકલોનીક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્યત્ર મુશળધાર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓ તથા ગુજરાતમાં ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી થઇ છે. સંઘ પ્રદેશ દાદરા-નગર હવેલી અને દમણમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને કરંટ પણ સક્રિય થતા માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

રવિવારે ભીલખા, ઉમરાળી સહિતનાં વિસ્તારોમાં પાંચ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડી જતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. વિસાવદરમાં પણ 4 ઇંચ પાણી પડી ગયાનું નોંધાયું હતું. વિસાવદર ગામમાં 1 કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા ચારેતરફ જળબંબાકાર સર્જાયો હતો. રવિવારે જ અમરેલી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડતા ચારેતરફ પાણી ભરાયા હતા. કેરીયાચાળ ગામે ભારે વરસાદથી નદી ગાંડીતુર બની હતી. અમરેલી જિલ્લામાં વિઠલાપુર, ખંભાળિયા, ફતેહપુર, મોટા આંકડીયા, અમરાપુરમાં વરસાદ પડ્યો હતો. જાફરાબાદનાં ટીંબી, નાગેશ્રી, દુધાળા, મીઠાપુર સહિતનાં ગામડાઓમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા હતા. ખાંભા તાલુકાનાં ખાંભા, તાતણીયા, લાસા અને ધારીનાં ગોપાલગામ તેમજ સાવરકુંડલાનાં વીજપડી, સાપડી, રાધકડા સહિતનાં ગામોમાં જોરદાર વરસાદ પડ્યો છે.

Read About Weather here

ગીર સોમનાથ જિલ્લાનાં ઊના તેમજ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા મગફળી સહિતનો બમ્પર પાક થવાની ખેડૂતોને આશા બંધાઈ છે. ગુજરાતમાં અત્યારે ચોમાસાની ત્રણ- ત્રણ સિસ્ટમ ઉદ્દભવી છે તેના કારણે જોરદાર વરસાદ થઇ શકે છે. આજે સવારથી વલસાડમાં સામ્બેલાધાર વરસાદ તૂટી પડ્યો છે. બે કલાકમાં બે ઇંચ પાણી પડી જતા ચારેતરફ જળબંબાકારથી સ્થિતિ સર્જાઈ છે. હજુ ભારે વરસાદ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં તો ઘરોમાં પાણી ઘુસી ગયાનાં અહેવાલ છે. કામરેજમાં સાડા ત્રણ ઇંચ, નવસારી અને જલાલપોરમાં બે- બે ઇંચ પાણી પડ્યાનું નોંધાયું છે. ખેડૂતોમાં લાપસીનાં આંધણ મુકાઇ રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here