દીકરી પર માતાનો હુમલો

દીકરી પર માતાનો હુમલો
દીકરી પર માતાનો હુમલો
માતાએ હુમલો કરતાં અગાઉ પાડોશીઓને પૂછ્યું હતું કે અમારા ઘરમાંથી બૂમો સંભળાય તો તમે બચાવવા આવો કે નહીં? આજવા રોડ રહેતી 13 વર્ષની દીકરી ઉપર જીવલેણ હુમલો કરનાર માતાએ ઘટનાના ત્રણ દિવસ અગાઉથી પ્લાનિંગ કર્યું હોવાની કેફિયત દીકરીએ માસીને જણાવી હતી. સયાજી હોસ્પિટલના બિછાને ઝડપથી રીકવરી મેળવી રહેલી દીકરીએ માસીને થોડાક શબ્દો બોલી શકાય તેવી સ્થિતિમાં સમજાવ્યું હતું કે, મારી માતાએ બે ત્રણ દિવસ અગાઉ પ્લાનિંગ કર્યું હતું અને તે મુજબ આ ઘટનાને અંજામ આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પાડોશીઓને પણ તેણે મારા ઘરમાંથી બૂમો સંભળાય તો તમે બચાવવા આવો કે નહીં તેમ પુછતાં પાડોશીએ મારી માતાને કહ્યું હતું કે, તમારા ઘરના દરવાજા બંધ હોય તો અમને અવાજ ના આવે.દીકરીની માસીએ ઉમેર્યું કે, અમારો પરિવાર અને ઈજાગ્રસ્ત પણ તેની માતાને જામીન ના મળે તેવું ઈચ્છે છે. તેને તેના કર્મોની 10 વર્ષ કે આજીવન સજા મળે તેવું ઈચ્છે છે. મારી બહેન પાકિસ્તાનની ઓનલાઈન એપમાં 24 કલાક ડાન્સ કરી પૈસા મેળવતી હતી.

તે દરમિયાન હાલોલ ખાતે રહેતા યુવાનનો પરિચય થયો હતો. તેની 24 કલાક ડાન્સ કરવાની કામગીરીથી પાડોશીઓ પણ હેરાન થતા હતા. ઘટનાના દિવસે દીકરી ઉપર જીવલેણ હુમલો કરી તું મરી જા તેમ જણાવ્યું હતું.કિશોરીની માસીએ જણાવ્યં હતું કે, ઘટના બાદ પણ પોલીસ સ્ટેશનમાં હોવા છતાં તેની બહેને મારા નંબર ઉપર વિડીયો કોલ કરી દીકરી જીવે છે કે મરી ગઇ તેની ખાતરી કરવા પ્રયાસ કર્યો હતો.

Read About Weather here

કિશોરીની સારવાર કરી રહેલા તબીબોએ દિકરી ઝડપથી રિકવર થઇ રહી હોવાનું તેના માસીને જણાવ્યું હતું. રવિવારથી દીકરીને થોડું લીક્વીડ આપવાનું શરૂ કરાયું છે. થોડાક શબ્દો બોલતી થઈ હોવાથી આગામી ત્રણ દિવસમાં તેને રજા આપશે તેવુ જણાવે છે.આ ઘટનાનો ગુનો દાખલ થતાં પોલીસ દીકરીનું નિવેદન લેવા આવી હતી પરંતુ તે બોલી શકી ન હોવાથી પરત ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here