મહિલાને ડાકણનો આરોપ મુકનાર ભુવાનો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પોરબંદરના બોરીચા ગામમા 25 વર્ષથી દોરા-ધાગા, માદરડીયા બનાવવા, ધૂણીને ખોટા આરોપ મુકનાર ભુવા કાના દુદાભાઈ ઓડેદરાની ધતિંગલીલા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે બગવદર પોલીસ સ્ટેશનની મદદથી 1206 મો સફળ પર્દાફાશ કર્યો હતો. સોઢાણા મહિલા ઉપર ડાકણનો આરોપ મુકનારા તમામે માફી માંગી જણાવ્યું હતું કે, બનાવની વિગત પ્રમાણે સોઢાણાના દુલા લાખા કારાવદરાએ તેમાં પરિવારના કુટુંબી સદસ્યો સ્વીફટ ગાડીમાં આવી તારી માતા સંતોકબેન ડાકણી છે. રેખા ઉપર કરી નાખ્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

6 વર્ષનો પુત્ર માતા પાસે જતો નથી. ભુવા કાનાએ તમારું નામ આપ્યું છે તેમ બોલી ઘરમાંથી બહાર નીકળો, રાત્રીના સવા બારે ધમાલ મચાવી લોકોને ભેગા કરી દીધા. પરિવાર ગભરાઈ ગયો, કંઈપણ જાણતા ન હતા. માતા સંતોકબેન નિર્દોષ હોવાથી ડાકણનો આરોપ લાગવાથી આપઘાત કરવાનું નક્કી કરી લીધું.સવારે દુલા લાખાએ પોતાના સગા, મિત્રમંડળને વાત કરી. બધાએ વિજ્ઞાન જાથાની મદદ લેવા સલાહ આપી. ઓડેદરા, મેર સમાજના આગેવાનોએ જાથા ઉપર ભલામણ કરી જલ્દી પ્રશ્ર્ન હલ કરશો નહિંતર આ ગામમાં બે-ત્રણ લાશ પડશે, ખૂન-ખરાબાની જાથા સમક્ષ પાલે મુકી, ભુવો કાના અંદરોઅંદર ઝઘડા કરાવે છે. ખોટા નામ સાથે છે.

ધૂણવામાં હોંશિયાર હોવાથી પરદેશ દુબઈની સફર કરીને આવ્યો છે. મહેની ભાષ દાનપેટીનો ડબ્બો રાખ્યો છે. રોગ મટાડવા, માદરડીયા પહેરાવવા, દાણા જોવામાં કાબેલીયત છે. વિજય અરભમ, રામ લખમણ, રેખા વિજય, રૂડીબેન લખમણ, રાભીબેન ડાકણનો સાર કરે છે. તેઓ બધાને બોધપાઠ આપવા સંબંધી જાથા સમક્ષ વાત મુકવામાં આવી હતી.જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ સોઢાણા મહિલા ઉપર ડાકણનો આરોપ સંબંધી ખરાઇ કરવા સ્થાનિક કાર્યકરોને કામે લગાડયા, માહિતી સાચી હોવાની સાથે ભુવા દર સોમવારે દોરા-ધાગા જોવાનું કામ કરે છે. દોરા-ધાગાને રવાડે ચડી ગયાનું બહાર આવ્યું હતું.

વિજય, રામ લખમણ રાત્રીના બાર પછી ધમાલ મચાવી હતી. જાથાએ આરોપ મુકનારા તમામનો પર્દાફાશ કરવાનું નકકી કર્યું.જાથાના જયંત પંડયાએ ભુવા કાના દુદા, વિજય રામ લખમણ પરિવારને ગંભીરતાની વાત કરી. કોઈપણ મહિલા ઉપર ખોટો આરોપ મુકવો. રાત્રે ધમાલ કરવી, સમાજમાં બહિષ્કૃત થાય તેવા કૃત્ય માટે ગુન્હો દાખલ થાય, સંતોકબેન નિર્દોષ છે. તેઓ કંઈ જાણતા નથી. ભુવા કાનાના કારણે સમગ્ર મામલો ઉભો થયાનું બહાર આવ્યું હતું.જાથાએ પીડિત પરિવાર સંતોકબેન લાખાભાઈ કારાવદરા, દુલા પુત્ર, પુત્રવધુ ચેતના, લાખાભાઈને ન્યાય અપાવ્યો હતો. ડાકણ શબ્દો પ્રયોગને કાયમી તિલાંજલિ આપવામાં આવી હતી.

Read About Weather here

બંને વચ્ચે સુખદ સમાધાન થયું હતું. વિજ્ઞાન જાથાએ 1206 મો સફળ પર્દાફાશ પોલીસની મદદથી કર્યો હતો. પોરબંદર જિલ્લા એસ.પી. નો જાથાએ આભાર માન્યો હતો. આ કામગીરીમાં ઉમેશ રાવ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, સાહિલ રાજદેવ, ભકિતબેન રાજગોર, હર્ષાબેન વકીલ, રમેશભાઈ મારૂ, વિનોદ વામજાએ સુંદર કામગીરી કરી હતી. પોલીસ કર્મીઓમાં એ.એસ.આઈ. એ. એ. આરબ, રાઈટર મનોજભાઈ સોલંકી, હરેશભાઈ જુજીયા, રામભાઈ બાપોદરા, સુંદર ફરજ બજાવી હતી. રાજયમાં દોરા-ધાગા, પશુબલી, ડાકણ સંબંધી માહિતી મો.9825216689 ઉપર જાણકારી આપવા અંતમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here