ઈન્સ્યોરન્સ કંપની સામે થયેલ ફરિયાદ ફગાવી દેતી રાજકોટ જીલ્લા ગ્રાહક કમિશન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આરામ કરતી વેળાએ હાર્ટ એટેકથી વીમાધારકના મૃત્યુ અંગે 15 લાખનું વળતર ચૂકવવાની ગો ડિઝિટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સામેની ફરિયાદ કમિશન દ્વારા નામંજૂર કરવામાં આવી છે.આ કેસની હકીકત એવી છે કે, વીમાધારક હરજીભાઈ મુળજીભાઈ લાખાણી તા.06/ 11/ 2019નાં રોજ ભરૂચ પાસે પોતાનો ટ્રક પાર્ક કરી આરામ કરતા હતા ત્યારે અચાનક છાતિમાં દુખાવો થતાં તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલા અને ત્યાં તેઓનું હાર્ટએટેકનાં કારણે મૃત્યુ થયું હતું. જેથી તેમનાં પરિવાર દ્વારા ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ કં.ને રકમ રૂા. પંદર લાખનું વળતર અકસ્માત વીમા પોલીસી હેઠળ ચુકવી આપવા માંગણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જે વીમાકંપની દ્વારા નામંજૂર કરવામાં આવતા મૃતકના પત્નીએ જિલ્લા ગ્રાહક સુરક્ષા કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ગો ડિજિટ ઈન્સ્યોરન્સ કં.તરફે એડવોકેટ નિકુંજ શુકલા હાજર થયા હતા અને તેઓ દ્વારા વિગતવાર જવાબ તથા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા અને તકરાર લેવામાં આવી હતી કે ફરિયાદીનાં પતિનું વીમાપોલીસીની શરતો અને કરાર આધારિત અવસાન થયેલ ન હોય અને તેઓનું કુદરતી અવસાન હોય જે અંગેનો હાર્ટએટેકનો રિપોર્ટ રજુ રાખેલો હતો અને ફરિયાદીને રકમ મળવાપાત્ર નથી તેવું જણાવેલ હતું.

Read About Weather here

બન્ને પક્ષકારોની લેખિત દલીલ તથા મૌખિક દલીલો વિગતવાર સાંભળી તેમજ રેકર્ડ ઉપર આવેલા તમામ દસ્તાવેજો તથા પુરાવાનો તલસ્પર્શી અભ્યાસ કરી ગ્રાહકે સુરક્ષા કમિશનનાં પ્રેસિડેન્ટ તથા મેમ્બર્સ દ્વારા ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ કાં. વિરૂધ્ધ વીમા પોલીસીની વળતર પેટે રૂા. પંદર લાખ ચુકવી આપવાની ફરિયાદ રાજકોટ જિલ્લા ગ્રાહક કમિશન દ્વારા ફગાવી દેવામા આવેલ છે. આ કેસમાં ઇન્સ્યોરન્સ કંપની વતી એડવોકેટ નિકુંજ શુક્લા રોકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here