વીજ કરંટ લાગતા બે ખેડૂત યુવકોના મોત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામે વીજ શોક લાગતા બે ખેડૂત યુવાનોના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની પ્રાપ્ત વિગત વાળા ડુંગરા ગામે રહેતા વિપુલ ઘનુભાઈ સરવૈયા (ઉ.વ.29) અને રિકીન વિનુભાઈ મકવાણા (ઉ.વ.31) બંન્ને યુવાનો ખેતીકામ કરે છે. ગઈકાલે બપોરે બે વાગ્યા આસપાસ બન્ને યુવાનો વિપુલભાઈની વાડીએ હતા.

Visit Saurashtra Kranti Homepage here

જયાં છાપરાવાડી ડેમમાં કાઠે વાડી આવેલી હોય પાકના પિયત માટે પાણીના ખાડામાં ઈલેકટ્રીક મોટર ઉતારતા હતા. વિપુલની વાડી હોય રિકીન કૌટુંબિક ભાઈ હોય તેને મદદ કરવા માટે ગયો હતો. ઈલેકટ્રીક મોટર ઉતરતા સમયે અચાનક વીજ કરંટ લાગતા બંન્ને યુવાનો બેભાન થઈ રહ્યા હતા.આસપાસના લોકોને જાણ થતા 108માં ફોન કરતા 108ના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા.

Read About Weather here

બનાવના પગલે વિરપુર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જેતપુર હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવના પગલે બન્ને પરિવારમાં શોક છવાયો હતો. મૃતક વિપુલ અને રિકીનના પરિવારજનોએ જણાવ્યા મુજબ વાડીએ પાણીની મોટર ઉતારતા સમયે બંન્નેને વીજ શોક લાગ્યો હતો.બન્ને યુવાનોના હજુ ગત વર્ષે જ લગ્ન થયા હતા. બે નવોઢાના સેથાના સિંદૂર ભુંસાતા પરિવારોમાં કલ્પાંત છવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here