આ જમીન અમારી છે કહી પટેલ દંપતી પર ચાર શખ્સનો હુમલો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કોટડાસાંગાણીના પાંચ તલાવડામાં ખેડૂતની જમીન પચાવી પાડવા માટે સેઢા પડોશી ચાર શખ્સોએ દંપતી પર લાકડી અને ધોકાથી હુમલો કર્યો હતો. જે અંગે કોટડા સાંગાણી પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી. બનાવ અંગે ફરીયાદી બચુભાઇ ભંડેરી (પટેલ) (રહે. પાંચ તલાવડા, કોટડાસાંગાણી) એ જણાવ્યું હતું કે, મારે ગામની સીમમાં જમીન આવેલી છે.

Visit Saurashtra Kranti Homepage here

તે જ સર્વે નંબરમાં હકા ભીમા કુકડીયા (રહે. પાંચ તલાવડા) ની જમીન પણ આવેલી છે. મારી જમીન હકાભાઇને કબ્જો જમાવવો હોય જેથી અવાર નવાર અમારી સાથે માથાકુટ કરતો હતો. ગત રોજ હું મારા પત્ની કૈલાસબેન સાથે વાડીએ કામ કરતા હતા ત્યારે ધસી આવેલા હકાભાઇ, તેનો ભાઇ દિલો અને તેનો પુત્ર જગદીશ આ જમીન હવેથી અમારી છે. તમે હવે અંદર પગ મુકતા નહીં અને ચાલ્યા જાવ કહેતા મે કહેલ કે, આ જમીન અમારી છે.

Read About Weather here

તું અહીંથી ચાલ્યો જા તેમ કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ લાકડી વડે માર માર્યો હતો. મને બચાવવા વચ્ચે પડેલ મારા પત્નીને પણ માર માર્યો હતો. અને દેવળીયા રહેતો વલ્લભે પણ ગાળો આપી મારમારીને તમામ શખ્સો નાશી છુટયા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી કોટડાસાંગાણી પોલીસ મથકના એએસઆઇ એસએ વાઘેલા એ વધુ તપાસ હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here