ભાવનગરના સાસરીયા સામે ઘરકામ, કરિયાવર બાબતે મેણાટોણા મારતા હોવાની ફરિયાદ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શહેરના રેલનગર દેવતીર્થ પાર્કમાં માવતરે રહેતા ભુમીબા ગોહિલ (ઉ.27)એ ભાવનગર રહેતા પતિ જયપાલસિહ, સસરા સહદેવસિહ કિશોરસિહ, સાસુ અનસોયાબા, દિયર મહિપાલસિંહ, દેરાણી જલ્પાબા, મામાજી અરવિંદસિહ બનુભા સરવૈયા અને મામીજી વર્ષાબા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેના લગ્ન 8 વર્ષ પૂર્વે થયા હતા 2018માં પુત્રનો જન્મ થયા બાદ સાસરે જતા પતિ મારકૂટ કરતો અને દીકરાને પણ ન બોલાવતો કોરોનામાં પતિ ઘરે ન આવતો અને મેરીટો હોટલ ચલાવતા ત્યાં જ દારૂ હોય ત્યાં દારૂ પીને ત્રણ માસ રોકાયેલ સસરા દારૂ પી ગાળો આપતા સાસુ નાની નાની બાબતમાં મેણાટોણા મારતા અને તું પાછળની ઓરડીમાં જતી રહે અમારે તમારા રૂમમાં રહેવું છે તમે હવે જુના થઇ ગયા છો કહી હેરાન કરતા મામાજી હોટલનો ધંધો છે

Read About Weather here

પોષાય તો રહો કહ્યું હતું તેમજ મામીજી સાસુને ફોન કરી કરિયાવર બાબતે ચડામણી કરતા 2021માં મારા પિતાને ફોન કરતા મને તેડી ગયા હતા બાદ સમાધાન માટે જતા પતિએ મારે આજેય નથી જોઈતી અને કાલે નથી જોઈતી, કરોડ રૂપિયા દેવાની મારામાં ત્રેવડ છે, બીજા લગ્ન કરી લઈશ કહી નીકળી ગયા બાદ તેડવા ન આવતા અંતે ફરિયાદ નોંધાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here