નેત્રદીપ આઇ હોસ્પિટલનું મેક્સિવિઝ સાથે સંયુક્ત સાહસ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ શહેર અને આસપાસના પ્રદેશોમાં ગુણવત્તાયુક્ત આઇ-કેર હેલ્થકેર માટે ત્રણ દાયકાથી જાણીતી નેત્રદીપ આઇ હોસ્પિટલે સૌરાષ્ટ્રના બીજા શહેરોમાં વિસ્તરણની તેની યોજનાના ભાગરૂપે મેક્સિવિઝન આઇ હોસ્પિટલ સાથે સંયુક્ત સાહસની રચના કરી છે.વર્ષ 1987માં ઉપલેટામાં એક નાની હોસ્પિટલથી શરૂઆત કરતાં આજે નેત્રદીપ આઇ હોસ્પિટલ ડો. વસંત સાપોવડિયાના નેતૃત્વ હેઠળ ચાર હોસ્પિટલ્સ સાથે રાજકોટમાં સૌથી મોટી આઇ હોસ્પિટલ્સની ચેઇન તરીકે ઉભરી આવી છે. આ વિસ્તારમાં નેત્રદીપ આઇ હોસ્પિટલ બેસ્ટ-ઇન-ક્લાસ આઇ સર્જરી અને નવી આધુનિક ટેક્નોલોજી બાબતે અગ્રેસર છે.

Visit Saurashtra Kranti Homepage here

નેત્રદીપ આઇ હોસ્પિટલે દક્ષિણ ભારતમાં 20થી વધુ હોસ્પિટલ ધરાવતી અગ્રણી આઇ કેર ચેઇન પૈકીની એક મેક્સિવિઝન આઇ હોસ્પિટલ સાથે સંયુક્ત સાહસ રચ્યું છે તથા નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલ તરીકે પોતાની જાતને રિબ્રાન્ડેડ કરી છે. વર્તમાન મહિનેથી નવી બ્રાન્ડ હેઠળ હોસ્પિટલ્સ તેની કામગીરી શરૂ કરશે.નેત્રદીપ આઇ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર અને સિનિયર સર્જન ડો. સાપોવાડિયાએ જણાવ્યું હતું કે, નેત્રદીપ આઇ હોસ્પિટલની વૃદ્ધિ તથા વર્ષોથી રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં લોકોને ગુણવત્તાયુક્ત આઇ કેર સેવાઓ પૂરી પાડવામાં અમારી ક્ષમતાઓને જોતાં મને ખુશી અનુભવાય છે.

આ પ્રદેશમાં સૌથી મોટી આઇ કેર ચેઇન બનવાના વિઝન સાથે અમે સૌરાષ્ટ્રના બીજા શહેરોમાં વિસ્તરણ કરવા માગીએ છીએ.મેક્સિવિઝન આઇ હોસ્પિટલના ચેરમેન ડો. જીએસકે વેલુએ જણાવ્યું હતું કે, મેક્સિવિઝન ખાતે અમારૂં ધ્યાન ઉત્કૃષ્ટ ડોક્ટર્સ સાથે સારી હોસ્પિટલનું નિર્માણ કરવાનો તથા બેસ્ટ ટેક્નોલોજીથી વિવિધ રાજ્યોમાં દર્દીઓને વાજબી કિંમતે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત આઇ કેર સેવાઓ ઉપલબ્ધ કરાવવા ઉપર કેન્દ્રિત છે.આ પ્રસંગે વાત કરતાં મેક્સિવિઝન આઇ હોસ્પિટલ્સના ગ્રુપ સીઇઓ સુધીરે જણાવ્યું હતું કે, અમે ડો. વસંત સાપોવાડિયા અને તેમની ટીમ સાથે ભાગીદારી કરતાં ખૂબજ ઉત્સાહિત છીએ.

Read About Weather here

અમે ટૂંક સમયમાં તમામ હોસ્પિટલમાં દર્દીઓ માટેની સેવાઓમાં વધારો કરીશું.આ સંયુક્ત સાહસ હેઠળ નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલ્સ મોરબી, ભુજ, જામનગર, ઉપલેટા અને પોરબંદરમાં વિસ્તરણ સાથે પ્રદેશમાં સૌથી મોટી આઇ કેર ચેઇન બનવાની યોજના ધરાવે છે.નેત્રદીપ આઇ હોસ્પિટલની વર્તમાન તમામ હોસ્પિટલ્સ આધુનિક ટેક્નોલોજી અને વ્યાપક ડાયગ્નોસ્ટિક સુવિધાઓથી સજ્જ છે. ડો. સાપોવાડિયા અને તેમની આઠ ડોક્ટર્સની ટીમ આ સેન્ટર્સમાં દૈનિક 200 દર્દીઓને સેવા આપે છે. આ સેવાઓમાં અદ્યતન મોતિયાની સર્જરી, રોબોટિક મોતિયાની સર્જરી, લેસિક લેઝર, સ્માઇલ રિફ્રેક્ટિવ સર્જરી, કોન્ટોરા વિઝન ટ્રોટમેન્ટ, ડાયાબિટક રેટિનાની સારવાર, ગ્લુકોમા, કોર્નિયા, પિડિયાટ્રિક આઇ કેર વગેરે સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here