airtel એ કર્યો પ્લાનમાં ભાવ વધારો…!

airtel એ કર્યો પ્લાનમાં ભાવ વધારો...!
airtel એ કર્યો પ્લાનમાં ભાવ વધારો...!
કંપનીએ તેના પોસ્‍ટપેડ પ્‍લાનની કિંમતમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. એરટેલે એક નવો પ્‍લાન રજૂ કર્યો છે, જે વધુ કિંમતે જૂના પ્‍લાનના ફાયદા સાથે આવે છે. કંપનીએ રૂ.૯૯૯ના પ્‍લાનને રૂ.૧૧૯૯ના પ્‍લાનથી રિપ્‍લેસ કર્યો છે. જો કે, ૯૯૯ રૂપિયાનો પ્‍લાન હજુ પણ આપી રહ્યો છે. એરટેલે તેના યુઝર્સને આંચકો આપતા પોસ્‍ટપેડ પ્‍લાનની કિંમતમાં વધારો કર્યો છે. ૯૯૯ રૂપિયાના જૂના પ્‍લાન માટે હવે યુઝર્સને ૨૦૦ રૂપિયા વધુ ખર્ચવા પડશે. એરટેલે પોસ્‍ટપેડ પ્‍લાન બનાવ્‍યો છે, આ પ્‍લાન માટે યુઝર્સને ૨૦૦ રૂપિયા વધુ ખર્ચવા પડશે, એક પ્‍લાનનો ત્રણ લોકો ઉપયોગ કરી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતી એરટેલે ગયા વર્ષના અંતમાં તેના પ્રીપેડ પ્‍લાનની કિંમતમાં વધારો કર્યો હતો. એરટેલ હંમેશા ARPU વધારવા માટે અવાજ ઉઠાવે છે. ટેલિકોમ કંપનીના ભાવવધારાની અસર પોસ્‍ટપેડ યુઝર્સ પર પડી નથી. પરંતુ બ્રાન્‍ડે હવે તેના પોસ્‍ટપેડ પ્‍લાનની કિંમતમાં પણ વધારો કર્યો છે.ચાલો એરટેલના નવા પ્‍લાન પર એક નજર કરીએ. આ સવાલનો સીધો જવાબ છે, જે ૯૯૯ રૂપિયાના એરટેલ પોસ્‍ટપેડ પ્‍લાનમાં ઉપલબ્‍ધ હતો. એરટેલ રિચાર્જમાં, વપરાશકર્તાઓને તમામ એડ-ઓન (આ એક ફેમિલી પ્‍લાન છે) કનેક્‍શન માટે 30GB ડેટા સાથે 150GB માસિક ડેટા મળશે. વપરાશકર્તાઓ આ પ્‍લાનમાં અન્‍ય બે કનેક્‍શન ઉમેરી શકશે.આમાં તમને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળશે. જો તમે ૯૯૯ રૂપિયાનો પ્‍લાન ખરીદો છો, તો તમને ૧૦૦ જીબી ડેટા મળશે.

Read About Weather here

આમાં પણ તમને દરેક એડ-ઓન માટે 30GB ડેટા મળશે. વપરાશકર્તાઓને દરરોજ 200GB ડેટા રોલઓવર, અમર્યાદિત વોઇસ કોલિંગ અને ૧૦૦ SMS મળશે. આ પ્‍લાનમાં Airtel Thanks Platinum વિકલ્‍પ પણ ઉપલબ્‍ધ હશે. તમે આ પ્‍લાનમાં બે યુઝર્સને એડ કરી શકો છો.આ સુવિધા બંને એડ-ઓન યુઝર્સને પણ મળશે. તેમાં દરરોજ ૧૦૦ SMS મળી રહ્યા છે. આ સાથે યુઝર્સને એરટેલ થેંક્‍સ પ્‍લેટિનમ રિવોર્ડ પણ મળશે. એટલે કે આ પ્‍લાન સાથે ગ્રાહકને Netflixનું બેઝિક માસિક સબસ્‍ક્રિપ્‍શન, Amazon Primeની ૬ મહિનાની મેમ્‍બરશિપ અને એક વર્ષ માટે Disney Plus Hotstar મોબાઇલ પ્‍લાન મળશે.આમાં વિંક મ્‍યુઝિક પ્રીમિયમનું સબસ્‍ક્રિપ્‍શન મળશે. ટેલિકોમ ટોકના અહેવાલો અનુસાર, આ તમામ સુવિધાઓ પહેલા ૯૯૯ રૂપિયામાં ઉપલબ્‍ધ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here