એસ્ટેટ બ્રોકર સાથે 13 લાખની છેતરપિંડી…!

એસ્ટેટ બ્રોકર સાથે 13 લાખની છેતરપિંડી...!
એસ્ટેટ બ્રોકર સાથે 13 લાખની છેતરપિંડી...!
તેની સાથે ઇમરાનભાઇ ડેલા હતો. તે રાજકોટમાં જૂની ફોરવ્હીલ ગાડી લે-વેચનુ કામ કરતા હોવાનું જણાવ્યું હતું. મારે ફોર વ્હીલ ગાડી સેક્ધડમાં લેવાની છે.તેવી વાત કરતા ઇમરાને રાજકોટ આવો ત્યારે મને ફોન કરો તેમ કહી તેના મોબાઈલ નંબર આપ્યા હતા. સુરતના જમીન મકાન લે વેચનો ધંધો કરતા બ્રોકરને સેક્ધડ કાર બતાવી રૂ.13 લાખની રોકડ લઈ રાજકોટના બે શખ્સ ફરાર થઇ ગયાના આક્ષેપ સાથેની ફરિયાદ માલવીયા નગર પોલીસ મથકે નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.સુરતના કામરેજ ચાર રસ્તા પાસે નવાગામમાં આવેલા ભવાની કોમ્પલેક્ષમાં રહેતા અને જમીન-મકાન લે વેચનો ધંધો કરતા ફરિયાદી હસમુખભાઇ ત્રિભોવનદાસ ઠક્કર (લોહાણા) (ઉ.વ. 50)એ ફરિયાદમાં જણાવ્યું કે, પંદરેક દિવસ પહેલા હું સુરત રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ કોદાર આર્કેડ ખાતે બેસવા ગયેલો ત્યાં મારા ઓળખીતા જીજ્ઞેશભાઇ ભેગા થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ગઈકાલે તા.17ના રોજ હું તેમજ મારા મિત્ર નરેશભાઈ ઉર્ફે નવીનભાઇ ચાવડા તથા હિતેલભાઇ સવાણી સુરતથી રાજકોટ આવી ઇમરાનભાઇને ફોન કરતા તેમણે ગોંડલ ચોકડીએ આવવાનું કહ્યું. ત્યાં ઇમરંભાઈ સાથે તેના અસ્લમ ડેલા હતો. જેની ઇમરાને પોતાના મોટાબાપુના દિકરા તરીકે આપી હતી. ત્યાંથી તેઓ અમને મવડી ચોકડી, 150 ફુટ રિંગ રોડ પર આવેલ ભોલેનાથ મોટર્સ ખાતે લઈ ગયા હતા. બન્ને આરોપી જયુપીટર સ્કુટરમાં આવ્યા હતા.ડેલામાં હ્યુનડાઇ કંપનીની વર્ના કાર બતાવી મારા મિત્ર નરેશભાઈ ઉર્ફે નવીનભાઇ ચાવડા તથા હિતેલભાઇ સવાણીને ઇમરાનભાઇ ડેલાનો ભાઈ અસ્લમ ડેલા નજીકમાં આવેલ બીજા ડેલામાં બીજે ગાડી ઓ જોવા માટે ગયેલ જયાં નરેશભાઈ ઉર્ફે નવીનભાઇને પણ વર્ના ગાડી પસંદ આવેલ આથી બન્ને ગાડીઓના ભાવતાલ ભોલેનાથ મોટર્સ નામના ડેલામાં નક્કી કરેલ જેમાં બન્ને ગાડીની કિંમત રૂ .16,00,000 નક્કી કરવામાં આવી, જેથી મેં સુરતે રહેતા મારા મિત્ર વિક્રમભાઇ પટેલને ફોન આંગડીયા દ્વારા રૂ .13,00,000 લાખ મંગાવ્યા, સાંઈનાથ આંગણિયાની સોનીબજારમાં આવેલ ઓફિસે જવા નીકળ્યા.

ત્યારે ઇમરાનભાઇએ મને કહેલ કે, તમારી ફોર વ્હીલ ગાડી ત્યાં નહી જાય કારણકે ત્યાં શેરીઓ સાંકડી છે અને ખુબ જ ટ્રાફીક રહે છે. જેથી મારૂ સ્કૂટર લઇને પેમેન્ટ લેતા આવીએ આથી હું તેમજ ઇમરાનભાઇ ડેલા જયુપીટર ઉપર આંગડીયા પેઢીમાં પેમેન્ટ લેવા માટે ગયા. રૂ.13,00,000 નું પેમેન્ટ લઇને તે રકમ મેં ઇમરાનભાઇના જયુપીટરની ડેકીમાં રાખી હતી. ઘણો સમય થયો છતાં ઇમરાન કે અસ્લમ જોવા ન મળતા હું ગયો ત્યારે મને જાણ થઈ કે બન્ને જયુપીટર લઈ નીકળી ગયા હતા. આ જયુપીટરની ડીકીમાં 13 લાખ રૂપિયા રાખ્યા હતા. ફરિયાદના આધારે માલવીયા નગર પોલીસના પીઆઇ કે.એન. ભુકણ અને પીએસઆઈ એમ.એસ. મહેશ્વરી સહિતના પોલીસ સ્ટાફે બન્ને આરોપી અને તપાસમાં ખુલે તે શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Read About Weather here

અમો બન્ને પરત આવતા હતા ઇમરાને કહ્યું કે, પસંદ કરેલ બન્ને ગાડી અહી મંગાવી આપું છું તમારે તમારા બીજા કોઈ સબંધી અહી રહેતા હોય તેમને બતાવી જુઓ તેમ વાત કરતા મેં મારા સંબંધી વિનોદભાઇ ઠક્કરને ફોન કરીને બોલાવેલ હતા.જેથી ચારેક વાગ્યાની આસપાસ ઇમ્પિરીયલ હાઈટસ બિલ્ડીંગ ખાતે આવી ગયેલ. અસ્લમભાઈ કાર લઈ આવ્યો અને કારમાંથી ઉતરી ફોન ઉપર વાતચીત કરતા – કરતા થોડે આગળ ચાલીને ગયો હતો. અને ઈમરાનભાઈ ડેલા એ અમને જણાવેલ કે હું ગા ડી ઈમ્પીરીયલ હાઈટસ ના પાર્કીંગમાં પાર્ક કરાવી આવું તેમ કહી ત્યાંથી ચાલીને આગળ ગયેલ. અને ત્યાં ગાડી પાર્ક કરાવતા હતા અને હું તથા વિનોદભાઈ વાતચીત કરતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here