ભૂમાફિયાઓએ નોકરી અપાવવાના બહાને 30 વીઘા જમીનનું બાનાખત કર્યું

યુવક પાસેથી પેટ્રોલપંપના સંચાલકના નામે રૂ. 2.50 લાખની ઠગાઇ…
યુવક પાસેથી પેટ્રોલપંપના સંચાલકના નામે રૂ. 2.50 લાખની ઠગાઇ…
શાહપુર રહેતા ભરતસિંહ બળદેવસિંહ સોલંકીની વડીલો પાર્જીત સંયુક્ત માલિકીની 30 વીઘા જમીન આવેલી છે, જેમા ખેતી કરીને પરિવારના સભ્યો ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે ભરતસિંહના હિસ્સાની જમીનમા નોકરી અપાવવાની લાલચ આપી બાનાખતમા સહિઓ કરાવી લીધી હતી. પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ખેતીકામની સાથે નોકરીની શોધખોળ કરતો હતો. ત્યારે ગામમા રહેતો અને બાળપણનો મિત્ર સુમન કાંતિભાઇ પટેલ જે હાલ 8 વર્ષથી અમદાવાદમા રહે છે. શાહપુરમા આવેલી ખેડૂતની 30 વીધા જમીનનુ ભૂમાફિયાઓ દ્વારા બાનાખત કરી લેવામા આવ્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

ખેડૂતને સિક્યુરીટી ગાર્ડની નોકરી માટે અમદાવાદના સરદારનગરમા આવેલી ઓફિસે લઇ ગયા હતા. જ્યાં ખેડૂતને પીએફ સહિતના કાગળોમા સહિઓ કરાવવાનુ કહીને ખેડૂતની સહિઓ કરાવી લીધી હતી. તે ઉપરાંત 2010મા મૃત્યુ પામેલા નોટરીના સહિ સિક્કા કરાવી લીધા હતા. તે ઉપરાંત ખેડૂતના ડોક્યુમેન્ટ પણ લઇ લીધા બાદ ખેડૂત ખાતેદારોને નોટીસ મળતા કૌંભાડ સામે આવતા 6 ભૂમાફિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. મિત્રએ દોઢ વર્ષ પહેલા ગીફ્ટસિટીમા સિક્યુરીટીની નોકરી અપાવવાનુ કહ્યુ હતુ, પરંતુ ત્યારે ખેડૂતે ના પાડી હતી.ત્યારબાદ થોડા દિવસો પછી એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો, તેને સિક્યુરીટીની નોકરી માટે સરદારનગરમા જગ્યા ખાલી હોવાનુ જણાવ્યુ હતુ અને માસિક 18 હજાર પગારની વાત કરી હતી. ફોન આવ્યાના 3 દિવસ પછી સુમન પટેલ ગામમા આવતા તેને ફોન બાબતની વાત કરતા તે જોડે આવ્યો હતો.

સુમનના કાકાના દિકરા અનિલ કાળાભાઇ પટેલ, મિત્ર જયંતી ગાંડાજી ઠાકોર સહિત સરદારનગર યુનિયન બેંક પાછળ આવેલી સિક્યુરીટીની ઓફિસે પહોંચ્યા હતા. જ્યા પહોંચતા પહેલા ગેટ ઉપર સહિ કરાવી હતી અને ઓફિસમા ઇન્ટરવ્યુ લીધુ હતુ. તે દરમિયાન અંદર બેઠેલા એક યુવકે પીએફના કાગળો છે તેમ કહીને સહિઓ કરાવી લીધી હતી.ત્યારબાદ આધારકાર્ડ, પાનકાર્ડ, બેંક એકાઉન્ટ, પાસબુક સહિતની ઝેરોક્ષ લીધી હતી. જેની તપાસ કરતા રબારી પરેશભાઇ જેઠાભાઇએ જમીન અન્ય કોઇને વેચાણ ના આપે તે માટે મનાઇ હુકમ મેળવવા દાવો કરાયો હતો અને નોટરી બાનાખત કરી આપ્યુ હોવાનુ સામે આવ્યુ હતુ.

Read About Weather here

જેમા સાક્ષી તરીકે વિક્રમ ઠાકોર (રહે, શાંતિનગર છાપરા, નરોડા), ઇન્દર મોહનદાસ રામસીંધની, સુમન કાંતિ પટેલ, રબારી, પરેશ જેઠાભાઇ, અનિલ કાળા પટેલ, જયંતી ગાંડા ઠાકોર (સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.પ્રક્રિયા પછી સુમનને ફોન કરતા તારુ નામ પ્રતિક્ષાયાદીમા છે તેમ કહેવાતુ હતુ.સમગ્ર કામગીરી પછી 30 ઓક્ટોબર 2021ના રોજ ગાંધીનગર સિવિલ કોર્ટમાંથી ખેડૂત ખાતેદારોના નામે નોટીસ આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here